AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ વોટ્સએપ પર આવતા ફાલતુ મેસેજથી કંટાળી ગયા છો? હવે માથાકૂટ ખતમ! જાણો નવા ફીચર વિશે

વોટ્સએપ પર પર્સનલ મેસેજની વચ્ચે માર્કેટિંગ અને બિઝનેસ મેસેજ શોધી કાઢવા હવે ભૂતકાળ બની જશે. કંપની એક એવું ફીચર લાવી રહી છે જે તમારી ચેટને આપમેળે વ્યવસ્થિત કરી દેશે. આ સિવાય યુઝરનેમ અને નોઈઝ કેન્સલેશન જેવા અન્ય ધાંસુ ફીચર્સ પણ પાઈપલાઈનમાં છે.

| Updated on: Apr 18, 2026 | 4:42 PM
Share
આજના સમયમાં વોટ્સએપ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે, પરંતુ પર્સનલ ચેટની વચ્ચે ઘૂસી આવતા બિઝનેસ મેસેજ અને ઓફરના નોટિફિકેશન ઘણીવાર માથાનો દુખાવો બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તમારા માટે સારા સમાચાર છે. મેટાની માલિકીનું વોટ્સએપ હવે યુઝર્સના અનુભવને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે એક ખાસ 'બિઝનેસ ચેટ ફિલ્ટર' પર કામ કરી રહ્યું છે.

1 / 6
ચેટ બોક્સમાં નહીં થાય ગરબડ: WABetaInfo ના રિપોર્ટ મુજબ, નવું ફીચર તમારા મુખ્ય ઇનબોક્સમાંથી બિઝનેસ મેસેજને ફિલ્ટર કરીને એક અલગ સેક્શનમાં મૂકી દેશે. સૌથી મોટી ખાસિયત એ છે કે બિઝનેસ મેસેજ આવ્યાના 24 કલાક પછી તે આપમેળે મુખ્ય લિસ્ટમાંથી હટીને અલગ સેક્શનમાં જતા રહેશે. આનાથી તમારું મુખ્ય ચેટ લિસ્ટ ચોખ્ખું રહેશે અને તમે તમારા અંગત લોકો સાથેના મેસેજ પર વધુ ફોકસ કરી શકશો.

2 / 6
ખાસ કરીને માર્કેટિંગ મેસેજ માટે રામબાણ ઈલાજ: આ સુવિધા ખાસ કરીને એવા બિઝનેસ એકાઉન્ટ્સ માટે છે જે ક્લાઉડ-બેઝ્ડ ઓટોમેશનનો ઉપયોગ કરીને સતત ઓફર્સ અને અપડેટ્સ મોકલતા રહે છે. જો કે, આ ફીચર હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે.

3 / 6
નંબર શેર કર્યા વગર ચેટિંગ: યુઝરનેમ ફીચર: વોટ્સએપ માત્ર ચેટ ફિલ્ટર જ નહીં, પણ પ્રાઇવસી માટે 'યુઝરનેમ' ફીચર પણ લાવી રહ્યું છે. આનો અર્થ એ કે તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવા માટે પોતાનો ફોન નંબર શેર કરવાની જરૂર નહીં પડે. માત્ર યુઝરનેમ આપીને પણ સંપર્ક કરી શકાશે. ટેલિગ્રામ જેવી જ આ સુવિધા યુઝર્સની સુરક્ષામાં વધારો કરશે.

4 / 6
કોલ દરમિયાન બહારનો ઘોંઘાટ થશે ગાયબ: વોટ્સએપ કોલિંગને વધુ સ્પષ્ટ બનાવવા માટે 'ઈન-બિલ્ટ નોઈઝ કેન્સલેશન' ફીચરનું ટેસ્ટિંગ પણ કરી રહ્યું છે. જો તમે ટ્રાફિક કે ભીડભાડ વાળી જગ્યાએ હશો, તો પણ વોટ્સએપ સ્માર્ટ રીતે આસપાસનો અવાજ ફિલ્ટર કરી નાખશે, જેથી સામેની વ્યક્તિને માત્ર તમારો જ અવાજ સ્પષ્ટ સંભળાય.

5 / 6
વોટ્સએપ હવે માત્ર મેસેજિંગ એપ મટીને એક સ્માર્ટ પ્લેટફોર્મ બની રહ્યું છે. ચેટ ફિલ્ટરિંગથી લઈને નોઈઝ કેન્સલેશન સુધીના આ તમામ ફીચર્સ યુઝર્સના રોજિંદા જીવનને વધુ સરળ અને ખલેલ વગરનું બનાવશે.

6 / 6

‘બેટા, તું ઈન્ડિયા ના આવતો…’ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પિતાનો હૃદયદ્રાવક વીડિયો; ગૃહરાજ્ય મંત્રીના કડક આદેશો માત્ર કાગળ પર?

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

g clip-path="url(#clip0_868_265)">