ભારતના એવા શહેરો કે જે દાનવોના નામે ઓળખાય છે, જાણશો તો હેરાન થઈ જશો
ભારત એક એવો દેશ છે કે, જે તેના વારસાને અને પરંપરાને લઈને જાણીતો છે. ભારતની ભૂમિ પર કેટલીક વાર્તાઓ અને દંતકથાઓ રચાયેલી છે. મોટાભાગની વાર્તાઓ અને દંતકથાઓ રાજા-રાણી, બ્રાહ્મણો અને રાક્ષસોને લગતી છે.

હવે તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતમાં કેટલાંક શહેરોના નામ એવા છે કે જે રાવણના નામથી જોડાયેલા છે. તો ચાલો જાણીએ કે, ભારતના કયા શહેરો એવા છે કે જેના નામ રાવણોના નામથી સંકળાયેલા છે.

જલંધર: પૌરાણિક કથા અનુસાર, જલંધર નામનો રાક્ષસ ભગવાન શિવના ક્રોધથી ઉત્પન્ન થયો હતો. જલંધર રાક્ષસને પોતાની શક્તિનો અભિમાન હોવાથી તે દેવી દેવતાઓને પડકાર આપતો હતો. રાક્ષસની પત્ની વૃંદાની પતિ પ્રત્યેની જે ભક્તિ એટલી ખાસ હતી કે પોતે ભગવાન વિષ્ણુ પણ રાક્ષસને મારી શકે તેમ નહોતા. આખરે, ભગવાન વિષ્ણુએ કપટથી વૃંદાની ભક્તિનું ઉલ્લંઘન કર્યું અને જલંધરને ઢેર કર્યો. આથી જ કહેવાય છે કે, જલંધર પંજાબનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે અને એવું પણ કહેવાય છે કે આ શહેરનું નામ પૌરાણિક રાક્ષસ 'જલંધર' પરથી પડ્યું છે.

ગયા: બિહારમાં આવેલું તીર્થસ્થળ 'ગયા' હિન્દુ ધર્મમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ શહેર 'ગયાસુર' નામના એક અસુરથી જોડાયેલું છે. લોકોનું કહેવું છે કે, ગયાસુરે એટલી શક્તિ પ્રાપ્ત કરી હતી કે તે સ્વર્ગ અને પૃથ્વી બંનેને પવિત્ર કરવાની ક્ષમતા રાખતો હતો. ભગવાન વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા હતા કે તેનું શરીર જ્યાં હશે ત્યાં પવિત્રતા જોવા મળશે. જો કે, આ વાતને લઈને દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હતી અને છેવટે ભગવાન વિષ્ણુએ ગયાસુરના શરીર પર પગ મૂકી દીધો. આના પછી આ સ્થળ 'ગયા' નામથી ચર્ચામાં આવ્યું હતું. આ સ્થળ પિંડદાન અને શ્રાદ્ધ વિધિ માટેનું મહત્ત્વનું સ્થાન છે.

પલવલ: પલવલ એ હરિયાણાનું એક મોટું શહેર છે, જે પહેલા ‘પલંબપુર’ તરીકે ઓળખાતું હતું. આ શહેરનું નામ 'પલંબાસુર' રાક્ષસ પરથી પડ્યું હતું. પૌરાણિક કથા અનુસાર, પલંબાસુર દાનવ આ વિસ્તારમાં આતંક મચાવતો હતો અને લોકોને હેરાન કરતો હતો. જણાવી દઈએ કે, ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામે પલંબાસુરનો વધ કર્યો હતો અને તેના અત્યાચારથી લોકોને મુક્તિ અપાવી હતી. બસ ત્યારબાદ આ શહેરનું નામ 'પલવલ' પાડવામાં આવ્યું.

મૈસુર: મૈસુર નામ 'મહિષાસુર' નામના રાક્ષસ પરથી પાડવામાં આવ્યું છે. પૌરાણિક કથા અનુસાર, મહિષાસુર રાક્ષસે દેવતાઓને હેરાન કર્યા હતા. જો કે, માં ચામુંડેશ્વરી દ્વારા મહિષાસુર રાક્ષસનો વિનાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જગ્યા 'મહિષા-ઉરુ' એટલે કે મહિષાસુરના નામથી ઓળખમાં આવી ગઈ. સમય જતાં આ નામ બદલાયું અને પછી મૈસુર નામ રાખવામાં આવ્યું.

તિરુચિરાપલ્લી: તિરુચિરાપલ્લી તમિલનાડુનું એક ખાસ શહેર છે. તિરુચિરાપલ્લી નામ થિરિસિરન રાક્ષસ પરથી પડ્યું છે. આ શહેર ચેન્નઈથી લગભગ 300 કિલોમીટર દૂર આવેલું છે. એવું કહેવાય છે કે, આ શહેરમાં થિરિસિરને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. રાક્ષસની ભક્તિમાં એટલી તાકાત હતી કે, તેને ભગવાન શિવે સાક્ષાત દર્શન આપ્યા હતા અને વરદાન પણ આપ્યું હતું. થિરિસિરન ઘણી કઠોર તપસ્યા કરીને શક્તિશાળી બન્યો હતો, જેથી દેવતાઓ તેનાથી ડરી ગયા. જણાવી દઈએ કે, ઈન્દ્રદેવે થિરિસિરનને જાનથી મારી નાખ્યો હતો. તિરુચિરાપલ્લી પહેલા 'થિરિ-સિકરપુરમ' તરીકે ઓળખાતું હતું.
(Disclaimer: TV9 પર આરોગ્ય, યોગ, ધર્મ, જ્યોતિષ, ઇતિહાસ વગેરે વિષયની માહિતી માત્ર જાણકારી માટે છે. જણાવી દઈએ કે, TV9 આ લેખના સત્યતાની પુષ્ટિ કરતું નથી.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
