નીતા અંબાણીની પાસે છે દુનિયાનો સૌથી મોંઘો ફોન, કિંમત સાંભળીને તમે ચોંકી જશો
ફાલ્કન સુપરનોવા iPhone 6 પિંક ડાયમંડ વિશ્વનો સૌથી મોંઘો ફોન છે. જે નીતા અંબાણિ પાસે છે. તેની કિંમત Jaguar અને BMW કરતા પણ વધુ છે. આ ફોન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની પાસે છે. આ ફોનની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો. આ ફોનની પાછળની પેનલમાં એક મોટો ગુલાબી રંગનો ડાયમંડ છે જેમાં આ ફોનનું રહસ્ય છે.

સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં કંપનીઓ દરરોજ સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. કંપનીઓ તેમના સ્માર્ટફોનને એક બાદ એક નવા ફીચર્સ સાથે લોન્ચ કરે છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દરેક સેગમેન્ટના ગ્રાહકો માટે તૈયાર કરેલા સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે. લોકો પોતાના બજેટ અને સગવડતા અનુસાર સ્માર્ટફોન પસંદ કરે છે.

બજારમાં લોકોના બજેટથી લઈને પ્રીમિયમ ફોનમાં અનેક વેયાયટીઓ ઉપલબ્ધ છે. જે લોકોનું બજેટ સારું હોય છે તેઓ શ્રેષ્ઠ અને સૌથી મોંઘા સ્માર્ટફોન ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો ફોન છે જેની કિંમત એરોપ્લેન કરતા પણ વધારે છે.

આ દુનિયાનો સૌથી મોંઘો ફોન છે. તેની કિંમત Jaguar અને BMW કરતા પણ વધુ છે. આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ ફોનની કિંમત 48.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 395 કરોડ રૂપિયા છે. આ ફોન બનાવવા માટે ફાલ્કન સુપરનોવાએ iPhone 6 ને કસ્ટમાઇઝ કર્યો છે. એપલે વર્ષ 2004માં iPhone 6 લોન્ચ કર્યો હતો. ફાલ્કન સુપરનોવાએ iPhone 6 ને 24 કેરેટ સોનાથી સજાવ્યો છે. તેની સાથે તેની પાછળની પેનલમાં એક મોટો ગુલાબી રંગનો ડાયમંડ લગાવવામાં આવ્યો છે.

વાત અહીં પૂરી નથી થતી. કંપનીએ તેને પ્લેટિનમથી કોટેડ પણ કર્યું છે. આ ફોનમાં યુઝર્સની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. યુઝરની માહિતી પ્રોટેક્ટ કરવા માટે હેક પ્રિવેન્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પિંક ડાયમંડ ફાલ્કન સુપરનોવાનો આ ફોન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે છે. જે દુનિયાનો સૌથી મોંઘો ફોન છે.
