બરફ ગોળાના શોખીનો માટે સારા સમાચાર, અમદાવાદના આ કોર્નર પર વેચાઈ રહ્યા છે વિસ્કી, વોડકા, રમ અને બિયરવાળા ગોળા
મિત્રો ગરમી શરુ થાય એટલે રાત્રિના સમયમાં લોકો બરફના ગોળા (Ice gola) અને ઠંડા પીણા પીવા જતાં હોય છે. જ્યારે અમદાવાદમાં વિસ્કી, વોડકા, રમ અને બિયરવાળા નોન આલ્કોહોલ બરફના ગોળા મળે છે. જાણો ક્યાં વિસ્તારમાં મળે છે આ ગોળા.

લોકો દારૂ છોડવા ઘણા પ્રયત્નો કરે છે પરંતુ લત છૂટતી નથી. તો એના માટે અમદાવાદમાં એક મહિલાએ નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં તે વિસ્કી, વોડકા અને રમ અને બિયર ફ્લેવર્સનાં નોન આલ્કોહોલ બરફના ગોળા બનાવે છે.

અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં છેલ્લાં 9 વર્ષથી એકતાબેન ભટ્ટ જે બરફના ગોળા બનાવાનો બિઝનેસ કરી રહ્યા છે. જેમાં અવારનવાર તેઓ બરફના ગોળાની ફ્લેવર્સમાં વધારો કરતા હોય છે.

જ્યારે એકતાબેને બરફ બનાવવાની શરુઆત કરી ત્યારે તેમની પાસે 18 ફ્લેવર્સ હતી અને જેમ જેમ લોકોના રિવ્યૂ આવતા ગયા તેમ તેમ ફ્લેવર્સમાં પણ વધારો થતો ગયો. હાલ તેમની પાસે 40 કરતા પણ વધુ ફ્લેવર્સ તૈયાર છે. તે કોઈ પણ મિલાવટ વગર પોતાના ઘરે જ સિરીપ તૈયાર કરે છે.

આ નોન આલ્કોહોલવાળા ગોળાની ફ્લેવર્સ બનાવા પાછળનું કારણમાં એકતાબેનનું માનવું છે કે જો કોઈને નશો ના છૂટતો હોય તો આ નશો છોડવા અમે તેમને આવીજ ફ્લેવર્સ આપીએ છીએ, જેનાથી ફ્લેવર્સ તો દારૂ જેવી મળે છે પરંતુ તે શરીર માટે હાનિકારક નથી. નશો કરી પોતાનું હેલ્થ ખરાબ કરવા કરતા આ ફ્લેવર્સના ગોળા ખાઈને પોતાની હેલ્થને સાચવે.

આ વિસ્કી, રમ, વોડકા અને બિયરના ફ્લેવર્સવાળા ગોળાનો લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે. હાલ ટ્રેન્ડિંગમાં મિનિરલ વોટર ગોળા સિવાય આલ્કલાઈન વોટર ગોળા પણ મળી રહ્યા છે.