ચેક લખતી વખતે ‘Lakh’ કે ‘Lac’, કયો શબ્દ છે સાચો, તમે પણ જાણી લો
શું ચેક પર ₹1,00,000 ની રકમ લખતી વખતે 'Lakh' લખવું કે 'Lac'? આ સવાલ ઘણા લોકોને મૂંઝવે છે. તમને પણ આ સવાલ થતો હોય તો આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ.

આજના સમયમાં બેંકિંગ વ્યવહારો આપણા જીવનનો અનિવાર્ય ભાગ બની ગયા છે, અને ચેક હજી પણ ચુકવણીનું એક લોકપ્રિય માધ્યમ છે. ચેક લખતી વખતે રકમ આંકડામાં અને શબ્દોમાં બંને રીતે લખવી ફરજિયાત હોય છે.

એક લાખ (₹1,00,000) લખતી વખતે ઘણા લોકો 'Lakh' લખે છે, જ્યારે કેટલાક 'Lac' લખે છે. આનાથી ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થાય છે કે બેમાંથી કયો શબ્દ સાચો છે અને શું 'Lac' લખવાથી ચેક રદ થઈ શકે છે?

શું કહે છે ભારતીય રિઝર્વ બેંક (RBI)? આ બાબતે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સામાન્ય લોકો માટે 'Lakh' કે 'Lac' ના ઉપયોગ પર કોઈ સખત નિયમો બનાવ્યા નથી. જોકે, બેંકો માટેના RBI ના માસ્ટર પરિપત્રમાં, ₹1,00,000 માટે 'Lakh' શબ્દને સત્તાવાર રીતે યોગ્ય માનવામાં આવ્યો છે.

RBI તેની ચલણી નોટો પર અને તેની વેબસાઇટ પરના દસ્તાવેજોમાં પણ આ જ શબ્દનો ઉપયોગ કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાવાર દસ્તાવેજોમાં 'Lakh' (લાખ) લખવું વધુ યોગ્ય છે.

શું 'Lac' લખવાથી ચેક રદ થશે? - સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, જો તમે ચેક પર 'Lac' લખશો તો પણ તમારો ચેક રદ થશે નહીં. ભારતમાં, 'Lac' અને 'Lakh' બંને શબ્દોનો ઉપયોગ ₹1,00,000 ની રકમ દર્શાવવા માટે સામાન્ય રીતે સ્વીકૃત છે.

RBIએ આ બાબતે લોકો પર કોઈ કડક નિયમો લાદ્યા ન હોવાથી, મોટાભાગની બેંકો બંને શબ્દો સાથે લખેલા ચેક સ્વીકારે છે. તેથી, ફક્ત શબ્દના ઉપયોગના કારણે ચેક 'રદ' થશે નહીં.

નિષ્કર્ષ અને સલાહ: 'Lac' લખવાથી ચેક રદ નહીં થાય, પરંતુ નાણાકીય દસ્તાવેજોમાં સત્તાવાર ધોરણો જાળવવા માટે હંમેશા 'Lakh' શબ્દનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. આમ કરવાથી RBI દ્વારા નિયોમોનું પાલન થાય છે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરસમજ કે વિવાદ થવાની શક્યતા ટળી જાય છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
