ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ભિખારીઓ છે અને એક મહિનામાં કેટલી કમાણી કરે છે? તમને ખબર પડશે તો હક્કા-બક્કા રહી જશો
તમે ઘણીવાર ઘણા યુવાનો, વૃદ્ધો કે બાળકોને મંદિરોની બહાર કે ભીડવાળી જગ્યાએ ભીખ માંગતા તો જોયા હશે. ક્યારેક મહિલાઓ ટ્રાફિક સિગ્નલ પર હાથમાં વાટકો લઈને અથવા ખોળામાં નાના બાળકો લઈને ભીખ માંગતી જોવા મળે છે. વિશ્વના બાકીના દેશોની જેમ જ ભારતમાં પણ ભિખારીઓની સંખ્યા ઘણી છે.

દુનિયાભરમાં એવા ઘણા લોકો છે કે, જે પોતાનું ગુજરાન ચલાવવા માટે રસ્તાઓ પર ભીખ માંગે છે. ભારતમાં ભિખારીઓની સંખ્યા પણ ખૂબ વધારે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ભિખારીઓ છે અને તેઓ એક મહિનામાં કેટલી કમાણી કરે છે?

મીડિયા રિપોર્ટસ અનુસાર, ભારતમાં ભિખારીઓની કુલ સંખ્યા 4,13,670 હતી. આ આંકડા 2011 ની વસ્તી ગણતરીમાંથી લેવામાં આવ્યા છે. આમાંથી, પુરુષ ભિખારીઓની સંખ્યા 2,21,673 છે અને સ્ત્રીઓની સંખ્યા 1,91,997 છે.

ભિખારીઓની વાત કરીએ તો, પશ્ચિમ બંગાળ ટોચ પર છે. અહીં 81,244 ભિખારીઓ છે, જે દેશના અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધુ છે. પશ્ચિમ બંગાળ પછી ઉત્તર પ્રદેશ આવે છે, જ્યાં 65,835 ભિખારીઓ છે. આ પછી આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો નંબર આવે છે.

ભારતમાં ભિખારીઓની માસિક આવક સ્થાન, ભીડ કે શહેર પર આધાર રાખે છે. કોઈ સત્તાવાર સર્વેક્ષણ ભિખારીઓની આવકનો સચોટ ડેટા પ્રદાન કરતું નથી પરંતુ એવો અંદાજ છે કે, એક સામાન્ય ભિખારી દરરોજ 100-500 રૂપિયા કમાય છે.

ટૂંકમાં માસિક આવક 3,000-15,000 રૂપિયાની વચ્ચે થાય છે. બીજી તરફ દિલ્હી, મુંબઈ, કોલકાતા અથવા લખનૌ જેવા મોટા શહેરોમાં ભિખારી દરરોજ 500-1000 રૂપિયા એટલે કે દર મહિને 15,000-30,000 રૂપિયા કમાઈ શકે છે. દેશમાં આવા ઘણા ભિખારીઓ છે, જેમની માસિક આવક તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, ભારતના અમીર ભિખારીઓની યાદીમાં પહેલું નામ મુંબઈના ભરત જૈનનું છે. ભારતના સૌથી અમીર ભિખારી ગણાતા ભરત જૈન 16 વર્ષની ઉંમરથી ભીખ માંગી રહ્યા છે અને દર મહિને 30,000 રૂપિયા સુધી કમાય છે.

બિહારના પટનામાં રહેતી સરવતિયા દેવી દર મહિને 50,000 રૂપિયા સુધી કમાય છે અને વાર્ષિક 36,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ ચૂકવે છે. કૃષ્ણ કુમાર ગીતે મુંબઈમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.

કૃષ્ણ કુમાર ગીતે દરરોજ 1500 રૂપિયા કમાય છે, જેનાથી તેમને 45,000 રૂપિયાની માસિક આવક થાય છે. સંભાજી કાલે મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને ભીખ માંગીને દરરોજ 1500 રૂપિયા કમાય છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
