તાજમહેલ બની રહ્યો હતો, ત્યારે કેવો નજારો હશે ? AI એ જાહેર કરી તસવીરો, લોકોએ કહ્યું – અમેઝિંગ !
Taj Mahal Photos: તમે તાજમહેલ તો જોયો જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તે બની રહ્યો હતો ત્યારે ત્યાંનો નજારો કેવો હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આ શક્ય કરી બતાવ્યું છે. હાલમાં, તાજમહલના બાંધકામ દર્શાવતી કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો જુદી જુદી કોમેન્ટ કરી રહ્યા છે.


Taj Mahal AI Images: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલી અદ્ભુત અને અકલ્પનીય તસવીરો વાયરલ થઇ રહી છે. હાલમાં સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલની કેટલીક તસવીરો વાયરલ થઈ છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેના નિર્માણ દરમિયાન કેવો નજારો હશે. 370 વર્ષ પહેલા બનેલી આ ઈમારત વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એવું કહેવાય છે કે તાજમહેલના નિર્માણ પછી શાહજહાંએ મજૂરોના હાથ કાપી નાખ્યા હતા, જેથી કરીને બીજું કોઈ આવી ઇમારત ન બનાવી શકે. Image Source: Instagram/@jyo_john_mulloor

વાયરલ થયેલી તસવીરોમાં તાજમહેલના નિર્માણના વિવિધ તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. આમાં તમે મજૂરોને કામ કરતા જોઈ શકો છો. તે જ સમયે, તમે એ પણ જોઈ શકો છો કે તે સમયે તાજમહેલના ઊંચા મિનારા કેવી રીતે બનાવવામાં આવ્યા હતા. અંતે તાજનું ભવ્ય સ્વરૂપ દેખાય છે. આ તસવીરો જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. Image Source: Instagram/@jyo_john_mulloor

AI દ્વારા તાજમહેલના નિર્માણને દર્શાવતી આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jyo_john_mulloor નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. Image Source: Instagram/@jyo_john_mulloor

જ્હોન મુલ્લુરે લખ્યું છે તેમ, 'ભૂતકાળની ઝલક ! શાહજહાંના અદ્ભુત વારસાના નિર્માણની એક ઝલક. આ સાથે તેણે મજેદાર રીતે લખ્યું છે કે આ દુર્લભ તસવીરો શાહજહાંની પરવાનગી બાદ જ શેર કરવામાં આવી છે. Image Source: Instagram/@jyo_john_mulloor

સર્જક જ્હોન મુલ્લુરે જણાવ્યું કે તેણે AI ટૂલ મિડજર્નીની મદદથી આ તસવીરો બનાવી છે. કેટલાક લોકોએ હવે જોન મુલ્લુરને પિરામિડના બાંધકામના ફોટોગ્રાફ્સ બનાવવાની અપીલ કરી છે. Image Source: Instagram/@jyo_john_mulloor

































































