ઠંડા કે ગરમ ક્યા પાણીથી સ્નાન કરવુ વધારે સારું? શિયાળામાં ગીઝર ઓન કરતા પહેલા જાણો મહત્વની વાત
નવેમ્બરની શરુઆત સાથે જ ઠંડીનો ચમકારો શરુ થઈ જતો હોય છે. ડિસેમ્બરમાં તો ઠંડી જાણે કે હાડ થીજાવવા લાગતી હોય છે. આવી સ્થિતિમાં શરદી અને છીંકો પણ પરેશાન કરવા લાગે છે. તો વળી ઠંડીમાં ગરમ પાણીથી નહાવાની સાથે લોકો ગરમ પાણી પીવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ એવા પણ કેટલાક લોકો છે, જે બારેમાસ ઠંડા પાણીથી નહાતા હોય છે. આ વાત સાંભળીને આશ્ચર્ય પણ જરુર થતુ હોય છે.

શિયાળાની શરુઆત સાથે ગીઝરની સ્વીચ ઓન થઈ જતી હોય છે. શિયાળા દરમિયાન ઠંડીમાં ગરમ પાણીથી નહાવાના લઈ રાહત ભર્યો અહેસાસ કરાવતુ હોય એમ લાગતુ હોય છે. પરંતુ ખરેખરજ ગરમ પાણીથી નહાવાનુ ફાયદાકારક હોય છે ખરું? આ સવાલ પણ જરુર થતો હોય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આયુર્વેદમાં શુ કહે છે એ પણ અહીં જાણીશું. ઠંડા પાણીનો કે ગરમ પાણીનો નહાવા માટે ફાયદાકારક એ મુંઝવણને દૂર કરતા રિપોર્ટમાં બતાવ્યુ છે કે, ગરમ હુંફાળુ પાણી નહાવા માટે ફાયદાકારક છે. જેનાથી વ્યક્તિને બ્લડ સર્ક્યુલેશન સારુ રહેવા સહિત પણ અનેક ફાયદા રહેતા હોય છે.

શિયાળામાં શરદી કે જકડાઈ જવા જેવી સમસ્યા સામે રાહત રહેતી હોય છે. હળવા ગરમ કે હુંફાળા પાણી વડે નહાવાને લઈ શરીરની સ્વચ્છતા પણ સારી રીતે કરી શકાય છે. આવા પાણીથી નહાવાથી એકદમ તાજગીનો પણ અહેસાસ થતો હોય છે.

જે લોકોને ત્વચાને લઈ કોઈ બીમારી છે, તો તેઓએ થોડી સાવચેતી રાખવી જરુરી છે. આવી સમસ્યા ધરાવતા લોકોએ ગરમ કે વધારે ગરમ પાણીના ઉપયોગથી બચવુ જરુરી છે. જે તમારી મુશ્કેલી વધારી પણ શકે છે. જોકે આ માટે તબીબની સલાહ આવશ્યક છે. આમ પણ સામાન્ય રીતે નહાવા માટે વધારે ગરમ પાણી પણ નુક્સાનકારક જ હોય છે.

ઠંડા પાણીથી શિયાળામાં નહાનારા લોકોની વાતો સાંભળીને જરુર આશ્ચર્ય સર્જાતુ હશે. જે લોકોને ઈમ્યૂનિટી મજબૂત હોય છે અને જેમને શરદી જેવી સમસ્યા નથી રહેતી હોતી એવા લોકો માટે ઠંડું પાણી પણ નહાવા માટે યોગ્ય જ છે. ઠંડુ પાણી ઉપયોગમાં લેવુ પોતાની હેલ્થ પર આધાર રાખે છે.

જમ્યા બાદ તુરંત નહાવાને લઈ આ વાત ધ્યાને રાખવી જરુરી છે. સ્નાન કર્યા બાદ જમવુ એ સારી આદત છે. જમ્યા બાદ સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે. જોઈન્ટ પીડા સહિતની સમસ્યાઓ પણ સામે આવી શકે છે. આમ સ્નાન કરવુ જરુરી જણાય તો જમ્યા બાદ ઓછામાં ઓછા બાદ બે કલાકનો સમય રાખવો જરુરી છે. જમવા બાદ એક્સરસાઈઝ પણ કરવુ પણ હિતાવહ નથી.
