Propose Day : પાર્ટનરને પ્રપોઝ કરવા માટે ખૂબ જ રોમેન્ટિક છે ગુજરાતના આ સ્થળો, જુઓ ફોટો
પ્રપોઝ ડે ખાસ હોવો ખુબ જરુરી છે. જેના માટે પરફેક્ટ લોકેશન હોવું ખુબ જરુરી છે. જો તમે પણ ગુજરાતમાં પ્રપોઝ માટે બેસ્ટ લોકેશન શોધી રહ્યા છો. તો તમે ગુજરાતના આ સ્થળો પર તમે પ્લાન બનાવી શકો છો. આજે અમે તમને કેટલાક ઓફબીટ સુંદર સ્થળો વિશે જણાવીશું.

પ્રેમ વ્યક્ત કરવા માટે માત્ર યોગ્ય વ્યક્તિ જ નહીં, પણ યોગ્ય સમય અને યોગ્ય સ્થળ હોવું પણ ખૂબ જ જરૂરી છે. વેલેન્ટાઈન વીકમાં પ્રપોઝ ડે એ એક ખાસ ડે છે જ્યારે તમે તમારા જીવનસાથીને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારો પ્રપોઝ ડે અલગ હોય અને તમારા પાર્ટનર માટે હંમેશા માટે યાદગાર બની જાય, તો તમે આ સ્થળો પર જવાનો પ્લાન બનાવી શકો છો.

આમ તો પ્રપોઝ ડે કે કોઈ યાદગાર મોમેન્ટ માટે ઉદયપુર, શિમલા કે પછી મનાલી જેવા સ્થળો પર જવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ આજે અમે તમને ભીડભાડથી દુર શાંતિ અને સુંદર ઓફબીટ સ્થળો વિશે જણાવીશું.

અહીં અમે તમને એવા રોમેન્ટિક સ્થળો વિશે જણાવીશું, જ્યાં તમે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો અને આ દિવસને ખાસ બનાવી શકો છો.ગુજરાતનો દરિયાકિનારો ભારતના નવ દરિયા કિનારે આવેલા રાજ્યોમાં સૌથી લાંબો છે.

માંડવી બીચ એ રેતીનો પટ છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના દક્ષિણએ સ્થિત છે.ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં 58 કિલોમીટરના અંતરે માંડવી બીચ આવેલો છે. જાહેર અને ખાનગી બસો શહેરને તમામ મુખ્ય શહેરો સાથે જોડે છે.

જ્યારે દ્વારકામાં આવેલા સૌથી સુંદર અને પ્રખ્યાત દરિયાકિનારાનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે શહેરના નામ પરથી જ પ્રખ્યાત દ્વારકા બીચનું નામ પ્રથમ લેવામાં આવે છે. તે મુખ્ય શહેરથી લગભગ 30 કિમીના અંતરે આવેલું છે. દ્વારકા બીચ પરથી અરબી સમુદ્રના સુંદર મોજા જોઈને તમે પણ ખુશ થશો.

શિવરાજપુર બીચથી દ્વારકા માત્ર 13 કિમી દૂર છે. દ્વારકા-ઓખા હાઈવે પર આવેલા ગુજરાતના આ પ્રખ્યાત બીચનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે.શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દ્વારકા છે. સૌથી નજીકનું એરપોર્ટ 150 કિલોમીટરના અંતરે જામનગર અને 110 કિલોમીટરના અંતરે પોરબંદર એરપોર્ટ છે.

માધવપુર બીચ પોરબંદરથી એક કલાકના અંતરે છે. આ બીચ પોરબંદર-વેરાવળ હાઈવે પર આવેલો છે અને ગુજરાતના સુંદર બીચમાંનો એક છે. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે અહીં આવી શકો છો. તેમજ પ્રપોઝ ડે માટે માધવપુર બીચ બેસ્ટ રહેશે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
