AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિડની ફેલ થતા પહેલા પેશાબમાં જોવા મળે છે આ 3 લક્ષણ, એક્સપર્ટ ડોક્ટરે આપી માહિતી

કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તે શરીરમાં હાજર ઝેરી તત્વોને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરે તો શરીરના ઘણા ભાગોને અસર થાય છે અને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આજે આપણે જાણીશું કે કિડની ફેલ થવા પહેલા પેશાબમાં કેવા લક્ષણો દેખાય છે.

| Updated on: Mar 10, 2024 | 5:11 PM
Share
કિડની રોગને અવગણવાની આદત બહું ગંભીર સમસ્યાઓ નોતરે છે અને કિડની ફેલ પણ થઈ શકે છે.

1 / 7
મહત્વનું છે કે કિડની ફેલ થાય તે પહેલા પણ ઘણા શરૂઆતના સંકેતો શરીરમાં જોવા મળે છે.

2 / 7
 કિડની ફેલ થયા પહેલા કેટલાક લક્ષણો પેશાબમાં પણ જોઈ શકાય છે. એક્સપર્ટ ડૉ. વિકાસ જૈન દ્વારા જણાવ્યા અનુસાર અહીં આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી છે

3 / 7
કોઈને વારંવાર પેશાબ થતો હોય તો તે કિડનીના નુકસાનની નિશાની હોઈ શકે છે. મૂત્રાશય સંપૂર્ણપણે ખાલી થયું નથી તેવું લાગે છે. મહત્વનું છે કે વારંવાર પેશાબ કરવા પાછળ અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. જેથી ડૉક્ટરનો સંપર્ક કરવો આવી સ્થિતિમાં ખૂબ જરૂરી બની જાય છે.

4 / 7
જો પેશાબમાં ફીણ બની રહ્યા હોય, તો તે વ્યક્તિને કિડની સંબંધિત રોગની નિશાની હોઈ શકે છે. કિડની જ્યારે યોગ્ય કામ કરવાનું બંધ કરે છે ત્યારે પ્રોટીન પેશાબમાં લીક થવા લાગે છે.

5 / 7
પેશાબના રંગમાં ફેરફાર પણ કિડનીના નુકસાનના લક્ષણો માનવામાં આવે છે. જો તમારા પેશાબનો રંગ પીળો, બ્રાઉન કે ધૂંધરો હોય તો તમારે તેને અવગણવું જોઈએ નહીં. તમારે ડૉક્ટરની વિઝિટ લઈ જરૂરી સારવાર કરાવવી જરૂરી બની જાય છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકરી માટે છે. પેશાબમાં થતા ફેરફારો રૂટિનના આધારે પણ હોય શકે છે. દરેક વખતે કિડની સંબંધિત બીમારી હોવી જરૂરી નથી. જેથી કોઈ પણ રોગ માટે સૌ પ્રથમ તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. જરૂરી રિપોર્ટ બાદ જ નક્કી થાય છે કે કિડનીને લગતા કોય રોગ છે કે કેમ..

7 / 7
g clip-path="url(#clip0_868_265)">