Travel Tips : ઓછા બજેટમાં કરો તિરુપતિ બાલાજી મંદિરના દર્શન, જાણો કેવી રીતે પહોંચશો
તિરુપતિમાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુના ભક્તો માટે ખુબ પોપ્યુલર છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, જો તમે તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરવા માંગો છો તો કેવી રીતે પહોંચશો.

સૌ કોઈ પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ જવા માટેનો પ્લાન બનાવતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, તમે કેવી રીતે તિરુપતિ બાલાજી મંદિરે પહોંચશો. તો ચાલો આજે જાણીએ ઓછા બજેટમાં કેવી રીતે તિરુપતિ બાલાજી મંદિર જવાનો પ્લાન બનાવશો.

તમને જણાવી દઈએ કે, તિરુપતિ બાલાજી મંદિર પહોંચવા માટે રેલવે થી લઈ તમે બાય રોડ સરળતાથી પહોંચી શકો છો. તમને એ પણ જણાવી દઈએ કે, જો તમે ફ્લાઈટ દ્વારા તરુપતિ બાલાજી મંદિર જવા માંગો છો તો કઈ રીતે જશો જાણો.

તિરુપતિ બાલાજી મંદિરનું સૌથી નજીકનું એરપોર્ટ તિરુપતિ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. એરપોર્ટથી તિરુપતિ બાલાજી મંદિરનું અંતર લગભગ 13 કિલોમીટર છે. આ સિવાય તમે મદ્રાસ એરપોર્ટ, બેંગલુરુ એરપોર્ટ, તિરુચિરાપલ્લી એરપોર્ટ અથવા કોઈમ્બતુર એરપોર્ટ માટે પણ ફ્લાઈટ્સ બુક કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, તિરુપતિ મંદિર પહોંચવા માટે તમને દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર તેમજ અમદાવાદથી ફ્લાઈટ પણ સરળતાથી મળી જશે. જો તમે ફ્લાઈટ દ્વારા નહિ પરંતુ ઓછા બજેટમાં ટ્રાવેલ કરવા માંગો છો. તો ટ્રેન પણ મળી જશે.

જો તમે બાય રોડ જવા માંગો છો. તો તમારી પ્રાઈવેટ કાર પણ લઈ જઈ શકો છો.તિરુપતિ હૈદરાબાદથી લગભગ 550 કિલોમીટર દૂર છે અને આ રૂટ માટે રાતે બસો ઉપલબ્ધ છે. મુસાફરીમાં લગભગ 10-12 કલાકનો સમય લાગે છે.
