આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

આંધ્રપ્રદેશ એ ભારતનું એક રાજ્ય છે જે દેશના દક્ષિણ-પૂર્વ કિનારે આવેલું છે. તે ક્ષેત્રફળ (62,925 ચોરસ માઇલ) દ્વારા ભારતનું સાતમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તી દ્વારા ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે (2011ની વસ્તી ગણતરીમાં આશરે 49,577,103). આંધ્ર પ્રદેશની રાજધાની વિશાખાપટ્ટનમ છે. 2014 સુધી, તેલંગાણા રાજ્ય પણ તેનો એક ભાગ હતું.

આંધ્ર પ્રદેશ ઉત્તરમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશા, પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણમાં તમિલનાડુ અને પશ્ચિમમાં કર્ણાટકથી ઘેરાયેલું છે. આંધ્ર પ્રદેશમાં કુલ 26 જિલ્લાઓ છે. રાજ્યમાં વિધાનસભાની 175 બેઠકો છે. આંધ્ર પ્રદેશ ભારતની સંસદમાં 36 સભ્યો (લોકસભામાં 25 અને રાજ્યસભામાં 11) મોકલે છે.

Read More

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડી પર પૈસાનો વરસાદ, સદી ફટકારતાની સાથે જ ઈનામની જાહેરાત

નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં મુશ્કેલીમાંથી બહાર લાવી હતી. તેની સદીએ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોથી લઈને ભારતમાં હાજર દરેક પ્રશંસક સુધી બધાને ખુશ કરી દીધા હતા. સદી ફટકારતાની સાથે જ નીતિશ કુમાર રેડ્ડી પર પૈસાનો વરસાદ થયો છે.

અલ્લુ અર્જુનની ધરપકડઃ શું છે સમગ્ર મામલો ? અભિનેતા સામે શું આરોપ છે ?

Allu Arjun arrested: તેલુગુ ફિલ્મ સ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. અલ્લુ અર્જુનને ચીકટપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનની ધરપકડ કયા કેસમાં કરાઈ છે ? અલ્લુ અર્જુન પર આરોપ શું છે ? આ રહી માહિતી.

Cyclone Fengal : બંગાળની ખાડીમાં ઉદ્ભવેલુ દબાણ વાવાઝોડામાં ફેરવાયુ, જાણો ગુજરાતને કેટલી અસર પહોંચાડશે

બંગાળની ખાડીમાંથી ફરી એકવાર આફત આવી છે. હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ઊંડું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ફેંગલ નામનું ચક્રવાતી વાવાઝોડું 30 નવેમ્બરે બપોરે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે.

Water Tree : ભારતનું એક અનોખું ઝાડ, જેમાંથી થાય છે પાણીના ફુંવારા, જુઓ શાનદાર વીડિયો

Indian Laurel Tree : શું તમે ક્યારેય ઝાડના થડમાંથી પાણીનો પ્રવાહ વહેતો જોયો છે? કદાચ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર એક અદ્ભુત વૃક્ષનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના થડ પર છાલ કાપ્યા પછી પાણી વહે છે. આવી સ્થિતિમાં હવે આ વૃક્ષ વિશે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

તિરુપતિ મંદિરમાં લાઇનનું ટેન્શન પુરું, નિયમો બદલાયા… હવે 2 કલાકમાં થશે દર્શન, VIP ક્વોટા પણ થશે બંધ

હવે તિરુપતિ મંદિરમાં લાઈનમાં ઉભા રહેવાનું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. ભક્તોના હિતમાં નિર્ણય લેતા દેવસ્થાનમ બોર્ડે નવા નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત હવે તમામ શ્રદ્ધાળુઓ 2 કલાકમાં દર્શન કરી શકશે.

દિવાળી પર સરકારની મોટી ભેટ…આ લોકોને મળશે મફત LPG સિલિન્ડર, જાણો કેવી રીતે કરવી અરજી

દેશભરમાં દિવાળીના દિવસનું એક અલગ જ મહત્વ છે. દિવાળી પર ખાનગી કંપનીઓ તેના કર્મચારીઓને બોનસ આપતી હોય છે. ત્યારે દેશના વિવિધ રાજ્યોની સરકારોએ પણ દિવાળી પર પોતાના રાજ્યના નાગરિકો માટે મફત ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે.

તિરુપતિ પ્રસાદ વિવાદમાં હવે બનશે પાંચ સભ્યોની SIT, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર લાડુ વિવાદ કેસમાં નવી SITની રચના કરી છે. હવે નવી તપાસ ટીમમાં સીબીઆઈના બે અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ મામલાને લઈને ખૂબ જ સંવેદનશીલ છે.

ગ્લોબલ રિનયુએબલ એનર્જી સમીટ બાદ આંધ્રપ્રદેશનું ડેલીગેશન વધુ એક વાર ગુજરાતની મુલાકાતે

ગુજરાતમાં પીપીપી ધોરણે અમલમાં આવેલ વિવિધ પ્રોજેક્ટ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણના અભ્યાસ અર્થે, આંઘ્રપ્રદેશના માર્ગ અને મકાન પ્રધાનની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને, રાજ્યમાં આકાર પામેલા અને નવા બની રહેલા વિવિધ પ્રોજેક્ટ તેમજ ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી.

Travel Tips : ઓછા બજેટમાં કરો તિરુપતિ બાલાજી મંદિરના દર્શન, જાણો કેવી રીતે પહોંચશો

તિરુપતિમાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુના ભક્તો માટે ખુબ પોપ્યુલર છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, જો તમે તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરવા માંગો છો તો કેવી રીતે પહોંચશો.

Tirupati Laddu Controversy : લાડુ વિવાદ બાદ,’નંદિની’ ઘીથી હવે તિરુપતિના લાડુ બનશે

તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા વપરાતા ઘીમાં ભેળસેળ બાદ હવે લાડુમાં નંદિની બ્રાન્ડના ધીનો ઉપયોગ થશે. જેને કર્ણાટક મિલ્ક ફેડરેશન બનાવે છે. તો ચાલો આજે આપણે નંદિની ધીની સંપૂર્ણ માહિતી જાણીએ.

તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ થઇ રહ્યુ છે મંદિરનું શુદ્ધિકરણ, જાણો કઇ કઇ વિધિ કરવામાં આવશે

મંદિરને પંચગવ્યથી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. તિરુપતિ દેવસ્થાનમ દ્વારા પ્રાયશ્ચિત માટે આ વિધિ શરૂ કરવામાં આવી છે. ધાર્મિક વિધિનો હેતુ ભૂલને સુધારવા અને મંદિરની પવિત્રતા જાળવવાનો છે. અનુષ્ઠાન માટે મહાશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં કામરેજના અંત્રોલી ગામ પાસેની કેનાલમાં બે સગીર ડૂબી ગયા

આજે 23 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

તિરુપતિ બાલાજીને ચઢાવવામાં આવતા 500-600 ટન વાળનું શું થાય છે? તમને જાણીને નવાઈ લાગશે

તિરુપતિ બાલાજી મંદિરને લઈને અનેક પ્રકારની માન્યતાઓ અને પ્રથાઓ પ્રચલિત છે, જેમાંથી એક વાળનું દાન છે. આ દાનમાં આપેલા વાળની ​​તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા હરાજી કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની પાછળનું ખાસ કારણ.

તિરુપતિ બોર્ડ માત્ર 320 રૂપિયા પ્રતિ કિલોના દરે ખરીદતું હતું ભેળસેળ વાળું ઘી, હવે ટેન્ડર રદ કરી નંદિની બ્રાન્ડ સાથે ડીલ કરવામાં આવી

એક અહેવાલને ટાંકીને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે અગાઉની જગનમોહન રેડ્ડી સરકારમાં બાલાજી મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ અને પ્રાણીની ચરબી ભેળવવામાં આવતી હતી. જગન મોહને કહ્યું કે દાવા ખોટા છે અને નાયડુ ભગવાનના નામે રાજનીતિ કરી રહ્યા છે.

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત, અમૂલે અમદાવાદમાં કેમ નોંધાવી ફરિયાદ ?

તિરુપતિના પ્રસાદમાં જે ઘી વપરાયુ છે તે અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી અને દાવો પણ કરવામાં આવી રહ્યો હતો. જે બાદ અમૂલે હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

g clip-path="url(#clip0_868_265)">