Travel Tips : દિવાળી પર તમે પણ કરી રહ્યા છો ટ્રાવેલ પ્લાન, તો આ છે બેસ્ટ ડેસ્ટિનેશન
દિવાળીની રજાઓમાં સૌ કોઈ પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ આ દિવાળી પર ક્યાય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ સ્થળો પર તમને દિવાળીમાં ફરવાની ખુબ મજા આવશે.

ફરવાના શૌખીન લોકો માટે તો દરેક દિવસ સરખો જ હોય છે. તેઓ એક દિવસની રજાઓમાં પણ ફરવાનો પ્લાન બનાવી લે છે. પરંતુ નોકરી કરતા લોકો માટે રજાઓ મહત્વની હોય છે. આ માટે તેઓ દિવાળીના વેકેશનમાં ફરવાનો પ્લાન બનાવતા હોય છે.

ગુજરાતના સૌથી જૂના શહેરોમાંનું એક ગણાતું વડનગર હાલમાં ચર્ચામાં છે કારણ કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે અને યુનેસ્કો માટે નામાંકિત થયેલ છે.જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે વડનગર રેલ્વે સ્ટેશન માટે ટિકિટ બુક કરાવી શકો છો. તમે અમદાવાદથી પ્રાઈવેટ કાર લઈને પણ અહી ફરવાનો પ્લાન બનાવી શકો છો.તમે બાળકોને આપણા વડાપ્રધાનના જન્મસ્થળ વિશે માહિતગાર કરી શકો છો.

ઋષિકેશ પણ ફરવા માટે એક બેસ્ટ વિકલ્પ છે. તમે ગંગામાં સ્નાન કરવા માટે ઋષિકેશ અને હરિદ્વારની મુલાકાત લઈ શકો છો. તમે રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા અને ગંગા આરતીનો આનંદ માણી શકો છો.આ ટ્રિપ પર તમારા માતા-પિતાને પણ ખુબ મજા આવશે.

જો તમે શાહી અંદાજમાં દિવાળી ઉજવવા માંગતા હો, તો તમારે રાજસ્થાનના જયપુર જવું જોઈએ. સિટી પેલેસથી લઈને આમેર કિલ્લા સુધી, હવા મહેલથી લઈને જંતર મંતર સુધી, આ શહેરની દરેક શેરી રોશનીથી શણગારેલી હોય છે.જ્યારે દિવાળી પર જયપુરમાં જલ મહેલ ઝળહળતો હોય છે, ત્યારે આ દૃશ્ય ફક્ત મનમોહક હોય છે. દિવાળી ઉજવવા માટે ફક્ત સ્થાનિક લોકો જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ જયપુર આવે છે.

જો તમે ઉત્તરાખંડમાં દિવાળી ઉજવવા માંગતા હો, તો તમારે મસૂરી જવું જોઈએ. પહાડોની રાણી તરીકે ઓળખાતી આ જગ્યામાં હજારો લોકો દિવાળી ઉજવવા માટે મસૂરી આવે છે.દિવાળી દરમિયાન મસૂરીનો મોલ રોડ અને ગાંધી ચોક રોશનીથી શણગારવામાં આવે છે.

દિવાળીના ખાસ અવસર પર તમે દેશભરમાં અન્ય ઘણા સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. આ માટે, તમે રાજસ્થાનમાં ઉદયપુર, હિમાચલ પ્રદેશમાં શિમલા, મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં આગ્રા , ગુજરાત અને ગોવા જેવા સ્થળો પસંદ કરી શકો છો. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
