AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 5 Russian Web Series: રશિયાની આ ‘5 વેબ સિરીઝ’, જે તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે

શું તમે હોલીવુડથી કંઈક અલગ અને રોમાંચક જોવા માંગો છો? રશિયન સિનેમાના ખજાનામાં એવી કેટલીક સસ્પેન્સ અને થ્રિલર સિરીઝ છુપાયેલી છે કે, જેની સ્ટોરી તમારા હોશ ઉડાવી દેશે.

| Updated on: Feb 21, 2026 | 2:09 PM
Share
S'parta (સ્પાર્ટા): આ એક 'સાયકોલોજીકલ ક્રાઈમ થ્રિલર' છે, જેમાં કુલ 1 સીઝન (8 એપિસોડ) છે. આ સિરીઝની મુખ્ય સ્ટાર કાસ્ટમાં એલેક્ઝાન્ડર પેટ્રોવ, એલિસા લોઝોવસ્કાયા અને આર્ટીઓમ ટાકાચેન્કોનો સમાવેશ થાય છે. આમાં એક શિક્ષકના રહસ્યમય મૃત્યુની તપાસ કરી રહેલા ડિટેક્ટિવની વાત કરવામાં આવી છે. તપાસ દરમિયાન તે 'સ્પાર્ટા' નામની એક હાઈ-સ્ટેક વર્ચ્યુઅલ રિયાલિટી ગેમની દુનિયામાં ફસાઈ જાય છે, જ્યાં રમત અને હકીકત વચ્ચેની રેખા ધૂંધળી થઈ જાય છે.

1 / 6
Sniffer (સ્નિફર): આ એક યુનિક 'ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા' છે, જેની કુલ 4 સીઝન (32 એપિસોડ) છે. આમાં મુખ્ય ભૂમિકામાં કિરીલ કેરો, ઇવાન ઓગાનેસિયન અને નિકોલે ચિન્દ્યાયકિન જોવા મળે છે. આ વાર્તા એક એવા માણસની છે કે, જેની પાસે સુંઘવાની અદભૂત શક્તિ (Acute Sense Of Smell) છે. તે માત્ર સુંઘીને ગુનેગારો વિશે એવી વિગતો જાણી લે છે કે, જે સામાન્ય તપાસમાં મળવી અશક્ય હોય છે. લોકો તેને 'સ્નિફર' કહે છે, કારણ કે તે એવી ગુપ્ત વાતો પણ જાણી લે છે, જે તમે છુપાવવા માંગતા હોવ.

2 / 6
Better Than Us (બેટર ધેન અસ): આ એક 'સાયન્સ-ફિક્શન' સિરીઝ છે, જેમાં કુલ 2 સીઝન (16 એપિસોડ) છે. આ સિરીઝમાં પાઉલિના એન્ડ્રીવા, કિરીલ કેરો અને એલેક્ઝાન્ડર ઉસ્ત્યુગોવ મુખ્ય કલાકારો છે. સ્ટોરી ભવિષ્યની છે કે, જ્યાં રોબોટ્સ માણસોના જીવનનો ભાગ બની ગયા છે. ટૂંકમાં, વિખેરાઈ રહેલા પરિવારને આધુનિક ટેકનોલોજી ધરાવતો એક રોબોટ મળે છે. આ રોબોટને મેળવવા માટે એક મોટું કોર્પોરેશન, તપાસકર્તાઓ અને આતંકવાદીઓ પાછળ પડ્યા હોય છે, જે પરિવાર માટે મુસીબત બની જાય છે.

3 / 6
The Method (ધ મેથડ): આ એક અત્યંત લોકપ્રિય 'સાયકોલોજીકલ ક્રાઈમ થ્રિલર' સિરીઝ છે. આ સિરીઝમાં કોન્સ્ટેન્ટિન ખાબેન્સ્કી, પાઉલિના એન્ડ્રીવા અને કિરીલ પોલુખિન મુખ્ય ભૂમિકામાં છે. વર્ષ 2015 થી 2025 દરમિયાન તેના કુલ 40 એપિસોડ રિલીઝ થયા છે. વાર્તા એક કાયદાના સ્નાતક (Law Graduate) યુવતીની છે, જે તેના આદર્શ એવા એક સિનિયર ડિટેક્ટિવ પાસે ટ્રેનિંગ લેવાનું શરૂ કરે છે. જો કે, કામ શરૂ કર્યા પછી તેને સમજાય છે કે, તેના આઇડોલની ગુનેગારોને પકડવાની અને કેસ ઉકેલવાની રીત સામાન્ય કરતા ઘણી અલગ અને ચોંકાવનારી છે.

4 / 6
Silver Spoon (સિલ્વર સ્પૂન): આ એક રોમાંચક 'રશિયન ક્રાઈમ-ડ્રામા' સિરીઝ છે. આ સિરીઝમાં પાવેલ પ્રિલુચની, લ્યુબોવ અક્સ્યોનોવા અને કરીના રઝુમોવસ્કાયા મુખ્ય કલાકારો છે. વર્ષ 2014 થી શરૂ થયેલી આ સિરીઝમાં અત્યાર સુધીમાં કુલ 50 એપિસોડ રિલીઝ થયા છે. વાર્તા એક અમીર રશિયન યુવાનની છે, જે ડ્રગ્સના નશામાં સ્ટ્રીટ રેસિંગ કરતા પકડાઈ જાય છે. જેલની સજાથી બચવા માટે તેના પિતા તેને પોલીસમાં ટ્રેનિંગની નોકરી અપાવે છે. તેના પિતા તેને ધમકી આપે છે કે, જો તે આ નોકરી નહીં કરે તો તે વારસામાંથી હાથ ધોઈ બેસશે. એવામાં એક નબીરો કેવી રીતે પોલીસ ફોર્સમાં કામ કરે છે અને તેની જિંદગી કેવી રીતે બદલાય છે, તે આ સિરીઝમાં ખૂબ જ રસપ્રદ રીતે બતાવવામાં આવ્યું છે.

5 / 6
જો તમે સસ્પેન્સ અને થ્રિલરના શોખીન હોવ, તો આ લિસ્ટ તમારા માટે શ્રેષ્ઠ છે. આ બધી જ સિરીઝ તેની ક્વોલિટી અને સ્ટોરી ટેલિંગના કારણે જોવી જ જોઈએ તેવી છે.

6 / 6

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ લોકોમાં ખૂબ જ ફેમસ થઈ છે. એવામાં TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ, જેને વાંચવા અહીં ક્લિક કરો.

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!

આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

g clip-path="url(#clip0_868_265)">