વેબ સિરીઝ
લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ.
એક વાત સમજીએ કે સિરિયલ અવિરત ચાલતી પ્રક્રિયા છે. તેના એપિસોડ ક્યારેય ખતમ નથી થતા. જ્યાં સુધી સિરિયલની TRP ઘટે નહીં કે મેકર્સ બંધ કરવાનું એલાન ન કરે ત્યાં સુધી તે સતત ચાલતું મનોરંજન છે. ફિલ્મ એટલે 2 થી 3 કલાક ચાલતું મનોરંજન. તેમાં કોઈ એપિસોડને જગ્યા નથી. તે થોડાક જ કલાકોમાં પુરુ થાય છે. હા, એ વાત અલગ છે કે તેના પાર્ટ આવતા રહે છે. જેમ કે, ફિલ્મ ટાઈગર, ધૂમ, ગોલમાલ, સિંઘમ વગેરે.
વેબ સિરીઝ એટલે સાદી ભાષામાં સમજીએ તો એ એક અલગ જ કન્ટેન્ટ છે. વેબ સિરીઝ એક કરતાં વધારે ભાગોમાં રિલીઝ થાય છે. તેની અમુક વખતે લિમિટ આવી જાય છે. પરંતુ સિરિયલની સરખામણીમાં નાની હોય છે. તેમાં ફિલ્મો કરતાં અમુક સીન એકસ્ટ્રા ફિલ્માવવામાં આવ્યા હોય છે. તેમાં ફિલ્મની જેમ કોઈ સર્ટિફિકેટ લેવાનું હોતું નથી. વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. જેમ કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, MX પ્લેયર, Sony Liv, Jio Cinema, Zee 5 વગેરે.