AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો, ગેઈલની મંજૂરીની રાહે અટક્યુ કામ - Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો, ગેઈલની મંજૂરીની રાહે અટક્યુ કામ – Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2026 | 9:01 PM
Share

વડોદરાનો ગોરવા ડ્રેનેજ પ્રોજેક્ટ ગેઇલની મંજૂરીના અભાવે અટકી ગયો છે. ગેસ પાઇપલાઇનની નજીક કામ કરવાની પરવાનગી ન મળતાં કરોડોનો પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. ચોમાસા પહેલાં કામ પૂરું ન થવાથી ગોરવા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ છે.

વડોદરામાં તંત્રની બેદરકારીના લીધે કરોડોના ડ્રેનેજ પ્રોજેક્ટ પર બ્રેક લાગતા વરસાદ પહેલા જ પાણીની ચિંતા વધી ગઈ છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં પંચવટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે મનપા દ્વારા ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટ હવે ગેઇલની ગેસ પાઇપલાઇનને કારણે અટકી ગયો છે. ગેઇલની મંજૂરી વિના એક મીટરના અંતરમાં કામ કરવાની પરવાનગી ન હોવાથી અધિકારીઓ મુંઝવણમાં છે, જેના કારણે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે અને ચોમાસામાં પાણી ભરાવાની ભીતિ સર્જાઈ છે.

આ મામલે ધારાસભ્ય કેયુર રોકડિયાએ કન્સલ્ટન્ટની ડિઝાઇન પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે ખામીયુક્ત ડિઝાઇન અને ખોટી યોજનાના કારણે સમગ્ર પ્રોજેક્ટ અટકી ગયો છે.જો કે અધિકારીનું કહેવું છે કે ગેઇલ સહિત તમામ એજન્સીઓ સાથે સંકલન કરીને નવી ટેકનિકલ મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ છે, અને જવાબદારોને નોટિસ ફટકારીને વધુ કામગીરી હાથ ધરાઈ છે. એક તરફ ચોમાસું માથે છે ત્યારે વરસાદી લાઇનનું કામ સમયસર પૂર્ણ નહીં થાય તો ગોરવા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે.

લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">