Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો! હવાલા મારફતે લશ્કર-એ-તૈયબા સુધી પહોંચતા હતા કરોડો રૂપિયા
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ આ ડ્રગ્સ નેટવર્કના નાણાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સુધી હવાલા મારફતે પહોંચાડવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ આ ડ્રગ્સ નેટવર્કના નાણાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સુધી હવાલા મારફતે પહોંચાડવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે.
પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
તાજેતરમાં ED દ્વારા દિલ્હીમાં હરપ્રીતસિંહ તલવાર અને શમસુદ્દીન સાથે સંકળાયેલા પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારો સંબંધિત વિગતો એકત્ર કરવામાં આવી છે. તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાંથી મળેલા નાણાંનું રોકાણ દિલ્હીની કેટલીક નાઇટ ક્લબોમાં કરવામાં આવ્યું હતું.
શેલ કંપનીઓનું નેટવર્ક કાર્યરત હોવાની માહિતી મળી
તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કાળા નાણાંને કઈ રીતે કાયદેસર બનાવી અર્થતંત્રમાં દાખલ કરવામાં આવ્યા. આ માટે અનેક શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં શેલ કંપનીઓનું નેટવર્ક કાર્યરત હોવાની માહિતી મળી છે. વિજયવાડાની એક ફર્મની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.
મુન્દ્રા ડ્રગ્સ કેસમાં આતંકવાદી ફંડિંગ
હવે ED ભારતીય અર્થતંત્રમાં થયેલી નાણાંની હેરાફેરી, શંકાસ્પદ રોકાણો અને આ સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે. મુન્દ્રા ડ્રગ્સ કેસમાં આતંકવાદી ફંડિંગના એંગલ સામે આવતા તપાસ વધુ ગંભીર બની છે.
Breaking News : અમરેલીમાં સિંહણના ત્રીજા હુમલામાં બાળકનું મોત, ગ્રામજનોમાં ભારે આક્રોશ, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
