AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટા ઉદેપુરના ખેડૂતોની કફોડી સ્થિતિ, કલાકો લાઈનમાં ઊભા રહેવા છતા નથી મળતુ ખાતર- Video

છોટા ઉદેપુરના ખેડૂતોની કફોડી સ્થિતિ, કલાકો લાઈનમાં ઊભા રહેવા છતા નથી મળતુ ખાતર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2026 | 5:19 PM
Share

છોટાઉદેપુરના ખેડૂતો ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, છતાં ખાતર મળતું નથી. બોડેલી અને પાવીજેતપુરના ખેડૂતો મોંઘા બિયારણ વાવ્યા પછી હવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે.

છોટાઉદેપુરમાં ખાતર ન મળતા ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે ખાતર માટે લાંબી કતારો લાગે છે. વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનમાં લાગવા મજબુર બની જાય છે. ચાર દિવસ બાદ પણ ખાતર ન મળવાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. ખાતર ન મળતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. ચાર ચાર દિવસથી ખેડૂતો ખાતર કેન્દ્રો પર ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ ખાતર નથી મળી રહ્યુ.

ન માત્ર બોડેલી પરંતુ પાવીજેતપુર તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યુ છે. ખેડૂતોએ હાલ ખેતરોમાં ખેડ કરીને વાવણી કરી દીધી છે અને હવે ખાતર ન મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મોંઘા બિયારણ લાવીને કરેલુ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

રોજ ખેડૂતો ખાતર ડેપો પર ખરીદી માટે આવે છે અને તેમને વિલા મોં ધક્કો ખાઈને પરત ફરવુ પડે છે. ક્યારેક સર્વર ડાઉન હોય તો ક્યારેક સમયસર OTP ન આવવાને કારણે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યુ અને તેઓ રોજેરોજ ધક્કા ખાવા મજબુર રહ્યા છે. હાલ ખેડૂતોની ફરિયાદ છે કે જો તેમને સમયસર ખાતર નહીં મળે તો તેમને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે. મોંઘા બિયારણો લાવીને કરેલુ વાવેતર સદંતર નિષ્ફળ જશે. ત્યારે હાલ ખેડૂતો તેમને સમયસર ખાતર મળે તેવી માગ સરકાર સમક્ષ કરી રહ્યા છે.

લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?

Published on: Jun 24, 2026 05:18 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">