‘સરકારી સ્ટાફ’ અને ‘પોલીસ’ની આ તે કેવી ભૂખ ? ડિમોલિશનના નામે આ મફતિયાઓ ₹27 લાખની જયાફત ઉડાવી ગયા
રાજકોટ મનપાના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ માત્ર 3 દિવસના ડિમોલિશનમાં લાખો રૂપિયાનો નાસ્તો કરી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કાજુકતરી, ખજૂર રોલ અને હજારો કપ ચા-કોફીનું રૂ. 27.20 લાખનું તોતિંગ બિલ આવતા મનપામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટના જંગ્લેશ્વર વિસ્તારમાં તાજેતરમાં 3 દિવસ સુધી 8 ઝોનમાં ચાલેલી ડિમોલિશનની કામગીરી હવે એક મોટા આર્થિક વિવાદમાં સપડાઈ છે. આ કામગીરી દરમિયાન ફરજ પર હાજર કર્મચારીઓ અને પોલીસ સ્ટાફના ખાણીપીણીનું કુલ બિલ રૂ. 27.20 લાખ આવતા મનપામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ ડિમોલિશન દરમિયાન કર્મચારીઓએ કાજુ કતરી, ખજૂર રોલ, સમોસા અને જલેબી-ગાંઠિયા જેવા મિષ્ટાન તેમજ નાસ્તાની મોજ માણી હતી, જેમાં પ્રેમવતી રેસ્ટોરન્ટનું જ બિલ આશરે રૂ. 20 લાખ અને ચા-કોફીનું બિલ આશરે રૂ. 6 લાખ આવ્યું હોવાનો દાવો કરાયો છે. માત્ર 3 દિવસમાં કર્મચારીઓ અને પોલીસ સ્ટાફે ‘આરાધના ટી સ્ટોલ’ના 21 હજાર કપ ચા અને 4 હજારથી વધુ બોટલ લીંબુ શરબતનો ઉપયોગ કર્યાનો દાવો છે.
આ લાખો રૂપિયાના બિલ અંગે શંકા જતાં સ્ટેન્ડિંગ કમિટીએ તેને હાલ પેન્ડિંગ રાખ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ મામલે સત્તાવાર ખુલાસો માંગ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ નેતાએ આ ખાણીપીણીના મસમોટા બિલ પાછળ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
Breaking News : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં Monsoonના પ્રારંભ સાથે 4 ઈંચ સુધીનો વરસ્યો વરસાદ
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

