AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે ‘વિકાસ એટલે ગુજરાત’ અને ‘ગુજરાત એટલે વિકાસ’ એ શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત પ્રવાસન વિભાગ, વિશ્વ સંવાદ કેન્દ્ર, ભારતીય ચિત્ર સાધનાના સંયુક્ત ઉપક્રમે શોર્ટ ફિલ્મ બનાવનારા પ્રતિભાશાળી સર્જકોને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે બે દિવસીય સપ્તરંગ શોર્ટફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો પર કુલ 277 જેટલી શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રી નોંધાઈ હતી. જેમાંથી 37 ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તેમજ બે માસ્ટર ક્લાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2024 | 6:27 PM
Share
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવાર 20મી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહીને શોર્ટ ફિલ્મની વિવિધ શ્રેણીઓમાં વિજેતા  પ્રતિભાશાળી કલાકારો અને કસબીઓને પુરસ્કૃત કરી અભિનંદન પાઠવ્યા હતા.

1 / 7
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત વિકસિત રાજ્ય બનવાની સાથે સમગ્ર દેશમાં વિકાસનું રોલમોડલ બન્યું છે. નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે આજે ગુજરાતનો ફિલ્મ ઉદ્યોગ સતત વિકાસ કરી રહ્યો છે.

2 / 7
વર્ષ 2001માં નરેન્દ્રભાઈએ ગુજરાતની ધૂરા સંભાળ્યા બાદ ગુજરાતે સતત વિકાસનાં નવાં સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યાં છે. જેનાં 23 વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે ‘વિકાસ એટલે ગુજરાત’ અને ‘ગુજરાત એટલે વિકાસ’ એ શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે.

3 / 7
ગુજરાતી ફિલ્મોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ ફિલ્મ પ્રોત્સાહક નીતિ ઘડી છે તેમજ ફિલ્મોદ્યોગને સહાયરૂપ થવા માટે પણ રાજ્ય સરકાર હંમેશાં તૈયાર છે.

4 / 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ તેમના આગવા દૃષ્ટિકોણથી મુખ્યમંત્રી તરીકે ભૂકંપ બાદ કચ્છના પુનર્વસન અને નર્મદાનીરને કચ્છના સૂકા રણપ્રદેશ સુધી પહોંચાડ્યા અને વિવિધ વિકાસકામો કર્યાં છે. ગુજરાત બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે અને હવે ગ્રીન એનર્જી તથા સેમિ કંડક્ટર હબ બનવા તરફ અગ્રેસર છે.

5 / 7
મુખ્યમંત્રીએ કહ્યું કે ફિલ્મો એ સમાજનો અરિસો છે, ત્યારે સારી ફિલ્મોના નિદર્શનની સારી અસર પણ સમાજ પર ચોક્કસ પડશે. આ દૃષ્ટિએ આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલને ભૂપેન્દ્ર પટેલે, રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવ્યો હતો

6 / 7
સંસ્કૃતિનું નિરૂપણ કરતી અને લોકભોગ્ય તેમજ પારિવારિક ફિલ્મોના નિર્માણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અને અનુકરણવાળા કન્ટેન્ટના ધરાવતી ફિલ્મોનો પ્રભાવ અને પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે સારું અને સાચું કન્ટેન્ટ દર્શાવતી અને વૈજ્ઞાનિક અભિગમવાળી વધુ ને વધુ ફિલ્મો બને તે જરૂરી છે.

7 / 7
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">