ધનિકોના વૈભવમાં વધારો કરવા આ કંપનીએ બનાવી નાખ્યું સૌથી મોંઘુ ટોયલેટ પેપર, 1 રોલની કિંમત એટલી કે ખરીદી શકાશે હેલિકોપ્ટર

એક અહેવાલ અનુસાર, તેને બનાવનાર કંપનીનું કહેવું છે કે દુબઈમાં ઘરો અને હોટલોમાં સોનાથી બનેલી ટોયલેટ સીટો જોઈને સોનાના ટોયલેટ પેપર બનાવવાનો વિચાર આવ્યો. કંપનીએ તેને 22 કેરેટ સોનામાંથી બનાવ્યું હતું. તમે ભારતમાં એક નાનું હેલિકોપ્ટર તેના 1 રોલની કિંમતમાં ખરીદી શકો છો. જો કે, કંપનીની વેબસાઈટ અનુસાર, તેના દ્વારા બનાવવામાં આવેલ આ ટોઈલેટ પેપર રોલ વેચાઈ પણ ગયો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 7:17 AM
તમે વિશ્વમાં સોનાનાવૈભવ વિશે સાંભળ્યું જ હશે. દુબઈના ઉમરાવોના ઘરો અને હોટલોમાં સોનાના વૈભવનો સમાવેશ કરવામાં આવેછે. તમે સોનાના ટોયલેટ અને નળ વિષે પણ સાંભળ્યું હશે પણ હવે એક ડગલું આગળ ધનવાનો માટે સોનાના ટોઇલેટ પેપર પણ મળી રહ્યા છે.

1 / 6
 જી હા, ઓસ્ટ્રેલિયન કંપની ટોયલેટ પેપર મેને આ ઉત્પન્ન તૈયાર કર્યું છે. કંપનીએ તેને 22 કેરેટ સોનામાંથી ટોયલેટ પેપર બનાવ્યું હતું. તમે ભારતમાં એક હેલિકોપ્ટર તેના 1 રોલની કિંમતમાં ખરીદી શકો છો.

2 / 6
આશ્ચર્યની વાત તો એ છે કે કંપનીની વેબસાઈટ અનુસાર તેના દ્વારા બનાવવામાં આવેલ આ ટોઈલેટ પેપર રોલ વેચાઈ પણ ગયો છે અને હાલમાં તે સ્ટોક આઉટ છે.

3 / 6
જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે તેણે 22 કેરેટ સોનાથી બનેલો આ પેપર રોલ કોને વેચ્યો છે. કંપનીએ તેની કિંમત 10,75,45,750 રૂપિયા રાખી હતી. આ સાથે શેમ્પેનની બોટલ ફ્રી આપવામાં આવી હતી. કંપનીનું કહેવું છે કે સોનાથી બનેલું આ 3 પ્લાય ટોયલેટ પેપર ખૂબ જ નરમ છે. તેનો ઉપયોગ કરતાની સાથે જ તેના પરના સોનાના કણો નીચે પડી જશે અને તમને રોયલનો અહેસાસ કરાવશે.

4 / 6
એક અહેવાલ અનુસાર, તેને બનાવનાર કંપનીનું કહેવું છે કે દુબઈમાં ઘરો અને હોટલોમાં સોનાથી બનેલી ટોયલેટ સીટો જોઈને સોનાના ટોયલેટ પેપર બનાવવાનો વિચાર આવ્યો. કંપનીને લાગ્યું કે જ્યારે ટોઈલેટ સોનાનું હોય છે તો ટોઈલેટ પેપર પણ સમાન ધોરણનું હોવું જોઈએ.

5 / 6
હોંગકોંગની જ્વેલરી બ્રાન્ડ કોરોનેટ દ્વારા બનાવવામાં આવેલ સોનાના ટોઇલેટની થોડા વર્ષો પહેલા ઘણી ચર્ચા રહી હતી. આ શૌચાલય 2019માં શાંઘાઈમાં ચાઈના ઈન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">