Dwarka News : કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જવાના રસ્તાના દ્રશ્યો આવ્યા સામે, લોકો પાઈપલાઈન પરથી પસાર થવા મજબૂર, જુઓ Video

Dwarka News : કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જવાના રસ્તાના દ્રશ્યો આવ્યા સામે, લોકો પાઈપલાઈન પરથી પસાર થવા મજબૂર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2024 | 2:30 PM

કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જવાના રસ્તાના દ્રશ્યો સામે આવ્યા છે. લોકો પાઈપલાઈન પરથી પસાર થઈ સામા કાંઠે પહોંચવા મજબૂર બન્યા છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા હાલાકીનો સામનો થયો છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જીવના જોખમે પસાર થવા લોકો મજબૂર બન્યા છે. કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જવાના રસ્તાના દ્રશ્યો સામે આવ્યા છે. લોકો પાઈપ લાઈન પરથી પસાર થઈ સામા કાંઠે પહોંચવા મજબૂર બન્યા છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા હાલાકીનો સામનો થયો છે.

લગભગ 17 વર્ષે પહેલા કોઝ વે તૂટી ગયો હતો. જો કે સ્થાનિકનો વારંવાર માગણી છતા નવો કોઝવે બનાવ્યો નથી. 9 કિ.મી. ફરીને ન જવુ પડે એટલે જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા છે. બાળકો પણ શાળાએ જવા અહીંથી જ પસાર થાય છે. જો કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની ?

ઈકો ટુરીઝમ દેવઘાટનો વીડિયો વાયરલ થયો

સુરતમાં ઈકો ટુરીઝમ દેવઘાટનો વીડિયો વાયરલ થયો છે. જીવના જોખમે ધોધ પાર કરતા શ્રમિકોના વીડિયો વાયરલ થયુ છે. કમરસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યાં છે. ઓજાણા ખાડી, જંગલના કોટરડામાં પાણીની આવકથી દેવઘાટ ધોધ સક્રિય થયો હતો. ધોધમાંથી પડતા ધસમસતા પાણીના પ્રવાહમાંથી શ્રમિકો પસાર થતા જોવા મળી છે.

Published on: Aug 07, 2024 02:28 PM
g clip-path="url(#clip0_868_265)">