Vadodara : મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો, કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ ફટકારી નોટિસ, જુઓ Video

Vadodara : મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો, કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ ફટકારી નોટિસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2024 | 1:27 PM

વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અકોટા અને નવીધરતી વિસ્તારમાંથી પણ મેલેરિયાના વધુ 2 દર્દીઓ સામે આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાનો આંકડો વધીને 954 પર પહોંચ્યો છે.

બેવડી ઋતુના પગલે ઠેર-ઠેર રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અકોટા અને નવીધરતી વિસ્તારમાંથી પણ મેલેરિયાના વધુ 2 દર્દીઓ સામે આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાનો આંકડો વધીને 954 પર પહોંચ્યો છે. શંકાસ્પદ ડેન્ગયુના 29 દર્દીમાંથી 3 પોઝિટિવ આવ્યા છે.

ગોકુલનગર, દિવાળીપુરા, મુજમહુડા વિસ્તારના 3 દર્દી ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે. ત્યારે સયાજીપુરા-આજવા રોડ વિસ્તારની 50 વર્ષીય મહિલાને કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યુ છે. આરોગ્ય વિભાગે 16 હજાર 888 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યુ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ નોટિસ ફટકારી છે.

મચ્છરોના બ્રીડિંગ મળતા જ શાળાને સીલ કરાઈ

બીજી તરફ અમદાવાદમાં આવેલી શિવ આશિષ સ્કૂલની ઓફિસ સીલ કરી છે. આરોગ્ય વિભાગની તપાસમાં મચ્છરોના બ્રીડિંગ મળતા જ શાળાને સીલ કરવામાં આવી છે. સ્કૂલના 3 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થતા તંત્રએ તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">