ખાવાની આ 4 વસ્તુ છે શરીરના વિરુદ્ધ આહાર

07 Aug 2024

જો તમે પણ આ વસ્તુનું સેવન કરતાં હોવ તો તમને અનેક બીમારીઓ ઘર કરી શકે છે. ખાસ કરીને સ્કીનના

અહીં સૌ પ્રથમ મિલ્કશેક/ફ્રૂટસલાડ જે વિરુદ્ધ આહાર માનવામાં આવે છે.

કારણ કે, આયુર્વેદના હિસાબે દૂધ મધુર રસ અને ફળ આમ્ર રસ વાળ છે. જેથી બંનેનું સાથે સેવન વિરુદ્ઘ છે.

બીજું છે હોટ સિઝલિંગ બ્રાઉની જે પણ શરીર માટે વિરુદ્ધ આહાર માનવામાં આવે છે.

કારણ કે, આમાં ઠંડી અને ગરમ વસ્તુ એક સાથે ખાવામાં આવે છે જેથી તે વિરુદ્ધ આહાર કહેવાય છે.

ત્રીજું છે મધ અને ઘીનું એક સમાન માત્રામાં સેવન જે પણ વિરુદ્ધ આહાર માનવામાં આવે છે.

આ બંને વસ્તુ એક સાથે સમાન માત્રામાં લેવામાં આવે તો વિશની જેટલી હાનિકારક બતાવવામાં આવી છે.

હાલમાં સૌથી પ્રચલિત એવું ગરમ પાણી સાથે મધનો પ્રયોગ જે એકદમ વિરુદ્ધ આહાર માનવામાં આવે છે.

આયુર્વેદના હિસાબે મધને ગરમ કરવું કે કોઈ ગરમ વસ્તુ સાથે તેનું સેવન કરવું એ શરીર માટે વિશ સમાન માનવામાં આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ વસ્તુ નો પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.