વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવી ફિટનેસ કરવી છે? ક્રિકેટર જેવું શરીર બનાવવા અપનાવો આ ટીપ્સ
ભારતમાં આઈપીએલે યુવાઓમાં જબરદસ્ત અનુભવ કરાવ્યો છે. યુવાનો રમતની દુનિયામાં પગ મુકવા માટે ભરપૂર પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. તો વળી ફીટ રહેવા માટે પણ પોતાના મનપસંદ ખેલાડીઓને જોઈ એવો જ પ્રયાસ કરતા હોય છે. વિરાટ કોહલી, રિંકૂ સિંહ, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓની તસ્વીરો પોતાના ચાહકો માટે ફિટનેસને લઈ પ્રેરણા આપતા હોય એવી હોય છે. ખેલાડીઓને જોઈ યુવાનોમાં ફિટનેસ માટે કસરત કરવાની જાગૃતિ પ્રેરતી હોય છે.

આઈપીએલ દ્વારા ભારતીય યુવાઓમાં ફિટનેસને લઈ જાગૃતિમાં વધારો થયો છે એમાં બે મત નથી. યુવાનો માં પોતાના પસંદગીના ક્રિકેટર જેવી બોડી બનાવવાનો પણ ગજબનો શોખ પણ જોવા મળી રહ્યો છે. આ શોખ યુવાનોમાં શારીરીક રીતે મજબૂતાઈ તૈયાર કરે છે. જે આરોગ્યની રીતે પણ સારી વાત છે.

વિરાટ કોહલી, રિંકૂ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવી બોડી ખેલાડીઓને ખૂબ પસંદ છે. જેમની તસ્વીરો જોઈને અનેક યુવાનોને એવી જ બોડીતો બનાવવા માટે કસરત તો કરવી હોય છે, પણ ખરેખર કેવી પ્રકારની એક્સરસાઈઝ જરુરી હોય છે, એ સમજવુ મહત્વનુ હોય છે.

ક્રિકેટરો જેવી ફિટનેસ મેળવવા માટે સૌથી પહેલા તો તમારે તાકાત અને સ્પીડ પર કામ કરવુ જરુરી છે. આ માટે લાંબા અંતરના રનિંગને બદલે એન્ડ્યૂરેન્સ ની ટ્રેનિંગ કરવી જોઈએ. લાંબુ રનિંગ વધારે ફાયદો આપી શકશે નહીં માટે પાવર એથ્લેટની જેમ ટ્રેનિંગ કરવી જોઈએ. આ માટે એક્સપર્ટની પણ સલાહ લેવી જોઈએ.

બીજી સૌથી મહત્વની વાત સપ્તાહમાં ઓછામાં ઓછુ બે વાર વર્કઆઉટ કરવુ જોઈએ. ક્રિકેટર્સને કોચ દ્વારા વર્ક આઉટ પ્લાન આપવામાં આવતો હોય છે. જે તેમની ફિટનેસ આધારે તૈયાર કરવામાં આવે છે. વેટ ટ્રેનિંગ એડ કરવા સાથેનુ વર્ક આઉટ કરવુ જરુરી છે. સાથે જ સ્કિલ પ્રેક્ટિસ પણ કરવી જોઈએ.

ફંક્શનલ ટ્રેનિંગ પણ જરુરી છે. મહત્વની આ ટ્રેનિંગ એન્ડ્યૂરન્સ અને સ્ટેમિના બિલ્ડ કરવા માટે મદદરુપ નિવડે છે. માટે જ ફ્કંશનલ ટ્રેનિંગ સપ્તાહમાં ઓછામાં ઓછુ એકાદ વાર તો ચૂક્યા વિના જ કરવી જોઈએ.

એન્ડ્યૂરન્સને વધારવા માટે સતત પ્રયાસ કરો. ખાસ કરીને ક્રિકેટમાં ખેલાડીઓએ કલાકો સુધી મેદાનમાં દોડવુ પડતુ હોય છે, ફિલ્ડીંગ અને બેટથી મોટા શોટ લગાવવા માટે એન્ડ્યૂરન્સ ખૂબ જરુરી હોય છે.

વોર્મ અપ અને સ્ટ્રેચિંગ કરવુ જોઈએ. વર્ક આઉટ પહેલા વોર્મ અપ જરુરી છે. જ્યારે વર્ક આઉટ બાદ સ્ટ્રેચિંગ કરવુ જરુરી છે. વોર્મ અપથી મસલ્સ લૂઝ થતા હોય છે. જ્યારે સ્ટ્રેચિંગ કરવાથી મસલ્સથી સ્ટિફનેસ દૂર થવા મદદરુપ રહે છે.

ડાયટ અને ઉંઘ પણ આ બધામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટીન કાર્બ અને હેલ્થી ફેટની બેલેન્સ મેક્રો વાળુ મીલ લેવુ જોઈએ. આ માટે યોગ્ય ડાયટ સલાહ લઈ તૈયાર કરવુ જોઈએ. સાથે જ પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવાનુ રાખવુ જોઈએ.
