મુકેશ અંબાણીના એન્ટિલિયામાં રોજ બને છે હજારો રોટલી, રસોઈયાનો પગાર જાણીને આવી જશે ‘ચક્કર’
મુકેશ અંબાણીનું આલીશાન અને વિશ્વનું સૌથી મોંઘુ ઘર એન્ટિલિયા હાલ ખુબ જ ચર્ચામાં છે. આ વખતે એવું કહેવાઈ રહ્યું છે કે, એન્ટિલિયામાં દરરોજ હજારો રોટલી બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વાત પાછળનું શું રહસ્ય છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલી આ 27 માળની ઇમારત માત્ર ઊંચાઈથી નહીં પરંતુ તેની સુવિધાઓથી પણ જાણીતી છે. આ વૈભવી ઘરની અંદાજિત કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા છે. તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે, એન્ટિલિયામાં દરરોજ 4000 રોટલી બનાવવામાં આવે છે.

એન્ટિલિયામાં 600 થી વધુ કર્મચારીઓ હાજર હોય છે, જે દિવસ-રાત અંબાણી પરિવારની સેવા કરતાં હોય છે. જણાવી દઈએ કે, આ કર્મચારીઓ માટે એક આખો માળ અલગથી બનાવવામાં આવ્યો છે.

અહીં તેમના રહેવાની, ખાવાની અને આરામ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કર્મચારી પાસે એર-કન્ડિશન રૂમ હોય છે, જે સ્પષ્ટ કરે છે કે અંબાણી પરિવાર તેમના સ્ટાફની સુવિધાઓનું સમાન ધ્યાન રાખે છે.

એન્ટિલિયાનું રસોડું હાઇ-ટેક સુવિધાથી સજ્જ છે, જ્યાં એક પ્રોફેશનલ ટીમ ખાવાનું બનાવતી હોય છે. અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે, દરરોજ લગભગ 4,000 રોટલી બનાવવામાં આવે છે, જે સ્ટાફ અને મહેમાનોના ભોજન માટે હોય છે.

રોટલી બનાવવા માટે અલગ રસોઇયો અને ટીમ રાખવામાં આવી છે. આધુનિક મશીનો વડે રોટલી બનાવવામાં આવે છે, જેનાથી સમય અને મહેનત બંને બચી જાય છે.

એન્ટિલિયામાં કામ કરવાની તક ફક્ત એવા ઉમેદવારોને જ આપવામાં આવે છે કે જેમણે હોટેલ મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ કોર્સ કર્યા હોય. નોકરી મેળવવા માટે, લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ જેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોટલી બનાવતા રસોઈયાનો પગાર મહિને લગભગ ₹2 લાખ છે.

એન્ટિલિયામાં 3 હેલિપેડ, 168 કાર માટે પાર્કિંગ, સ્પા, થિયેટર, સ્વિમિંગ પૂલ જેવી ઉચ્ચ સુવિધાઓ છે. આ ઘરને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લકઝરી અને રોયલ્ટીનું પ્રતીક માનવામાં આવે છે.
અંબાણી પરિવાર અને તેમના બિઝનેસને લગતા સમાચાર અને TV9 ગુજરાતીની વેબસાઇટ પર પ્રકાશિત કરતા રહીએ છીએ. અંબાણી પરિવાર વિશે વધુ સમાચાર વાંચવા માટે તમે અહીં ક્લિક કરો.
