Halwasan Recipe : દિવાળી પર ઘરે બનાવો ખંભાતનું ફેમસ હલવાસન, આ રહી સંપૂર્ણ રેસિપી
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે હલવાસન ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

ભારતમાં વિવિધ જગ્યા પરની મીઠાઈઓ ખૂબ જ ફેમસ હોય છે. ત્યારે ગુજરાતના ખંભાતની ફેમસ મીઠાઈ એવી હલવાસન દેશ-દુનિયામાં મોકલવામાં આવે છે. તો આજે આપણે ઘરે કેવી રીતે હલવાસન બનાવી શકાય તે જોઈશું.

હલવાસન બનાવવા માટે ફૂલ ક્રીમ દૂધ, ખાવાનો ગુંદ, ઘઉંનો કરકરો લોટ, ખાંડ, ઘી, બદામની કતરણ, મગતરીના બીજ, કાજુની કતરણ, એલચી પાઉડર, જાયફળ વગેરે સામગ્રીની જરુર પડશે.

હલવાસન બનાવવા માટે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક - બે ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો કરકરો લોટ નાખીને શેકી લો. ત્યારબાદ એક વાસણમાં કાઢી લો.

હવે બીજી કડાઈમાં ખાંડ નાખીને તે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવા મુકો. ખાંડ ઓગળીને ગોલ્ડન રંગની થાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે એક કડાઈમાં બીજુ બે ચમચી ઘી નાખી ગરમા કરવા મુકો. ત્યારબાદ તેમાં ગુંદ નાખી તેને ફ્રાય કરી લો. હવે તે ગુંદમાં ફૂલ ક્રીમ વાળુ દૂધ ઉમેરી બરાબર ગરમ થવા દો. દૂધને સતત હલાવતા રહેવું જેથી વાસણમાં દાઝે નહીં.

હવે દૂધમાં ગુંદ ઓગળી જશે ત્યારે દૂધ ફાટે ત્યાં સુધી સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં ઘઉંનો શેકે લો લોટ અને કેરેમેલાઈઝ કરેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.

ત્યારબાદ મિશ્રણમાં ઈલાયચી-જાયફળનો પાઉડર ઉમેરો. હવે મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો. હલવાસનનું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેને પેંડા જેવા આકારમાં હલવાસનને આકાર આપી તેના પર ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી સેટ થવા દો. ત્યારબાદ તમે હલવાસનની મજા માણી શકો છો. Whisk AI
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
