Miss India રહી ચુકેલી આ સુંદરી દેશના દિગ્ગ્જ કારોબારી પરિવારની પુત્રવધુ બનશે, જુઓ ગ્લેમરસ તસવીરો
24 મે 2023 ના રોજ જય કોટકે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ પોસ્ટ કરી. પોસ્ટમાં કેપ્શનની સાથે બે તસવીરો પણ શેર કરવામાં આવી હતી. અદિતિ આર્યના ગ્રેજ્યુએશન સેરેમનીના બે ફોટા શેર કરતા તેણે લખ્યું, “મારી મંગેતર અદિતિએ આજે યેલ યુનિવર્સિટીમાંથી તેની MBA ડિગ્રી મેળવી લીધી છે.

કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ ઉદય કોટકના ઘરે ટૂંક સમયમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો છે. ઉદય કોટકના પુત્ર અને કોટક 811ના કો-હેડ જય કોટકની સગાઈના સમાચારને સમર્થન મળ્યું છે.

24 મે 2023 ના રોજ, જય કોટકે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ પોસ્ટ કરી. પોસ્ટમાં કેપ્શનની સાથે બે તસવીરો પણ શેર કરવામાં આવી હતી. અદિતિ આર્યના ગ્રેજ્યુએશન સેરેમનીના બે ફોટા શેર કરતા તેણે લખ્યું, “મારી મંગેતર અદિતિએ આજે યેલ યુનિવર્સિટીમાંથી તેની MBA ડિગ્રી મેળવી લીધી છે.

ફેમિના મિસ ઈન્ડિયા 2015ની વિજેતા અદિતિ ટૂંક સમયમાં કોટક પરિવારની વહુ બનવા જઈ રહી છે. ગયા વર્ષે એફિલ ટાવર પરથી બંનેની તસવીરો સામે આવી હતી.

અદિતિ આર્ય મિસ ઈન્ડિયા રહી ચૂકી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ફેશનની સાથે તેણે હિન્દી, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

29 વર્ષની અદિતિ અભ્યાસની સાથે સુંદરતામાં પણ ટોપ છે. અદિતિની સાથે જો જય કોટકની વાત કરીએ તો તેણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

ગયા વર્ષે, જય કોટક અને મિસ ઈન્ડિયા અદિતિ આર્યની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે પછી અટકળો વહેતી થઈ હતી કે બંને રિલેશનશિપમાં છે. હવે ખુદ જય કોટકે આ સમાચારને સમર્થન આપ્યું છે.