જામનગરનો (Jamnagar) લોક ડાયરાનો (Lok dayro) આ કાર્યક્રમ એટલો સફળ રહ્યો હતો કે મંડપમાં પગ મૂકવાની જગ્યા પણ ક્યાંય રહી ન હોવાથી આખરે કલાકારોએ પોતે સ્ટેજ પર ઊભા રહીને ડાંડિયારાસ માટે ની જમાવટ કરી હતી.
જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પાંચમા દિવસે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
1 / 5
ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી તથા લોક ગાયિકા કિંજલ દવે અને નિશા બારોટ દ્વારા લોકડાયરા અને દાંડિયા રાસની જમાવટ બોલાવવામાં આવી હતી.
2 / 5
જેમાં નેતાઓ, વેપારીઓ, શહેરના આગેવાનોની હાજરી જોવા મળી. કાર્યક્રમમાં એવી જમાવટ થઇ હતી, કે જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.
3 / 5
રાજ્યભરમાંથી આવેલા ધારાસભ્યોતથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા ડાયરામાં નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ચોતરફ નોટોના ઢગલા થઈ ગયા હતા.
4 / 5
ડાયરામાં રૂપિયા 10,20,50,100, 500 સહિતની ચલણી નોટો ઉડતા જોવા મળી હતી. ઉપરાંત ચલણી નોટો ગણવા માટે સમગ્ર રાત્રિ પણ ટૂંકી પડી હતી. જે પણ એક જામનગર માટેનો નવો કીર્તિમાન છે.