સરકારે મોબાઈલ યુઝર્સને આપી ચેતવણી, આવો મેસેજ આવશે ને ખાતુ થઈ જશે ખાલી!
ટ્રાઈએ મોબાઈલ યુઝર્સને એક ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમને આ નામ પર કોઈ મેસેજ મળે છે. તો તમે આ જગ્યાએ તેની ફરિયાદ કરી શકો છો. હા, કારણ કે આ સંદેશાઓ સાયબર ગુનેગારો દ્વારા મોકલવામાં આવે છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ Airtel, BSNL, Reliance Jio અને Vodafone-Idea મોબાઈલ યુઝર્સ માટે કડક ચેતવણી જાહેર કરી છે, જેમાં TRAIએ સ્પષ્ટ કર્યું છે કે જો તમને TRAIના નામ પર કોઈ મેસેજ આવે છે, તો તમારે આ ધ્યાન રાખવુ જોઈએ. કારણ કે આ મેસેજ સાયબર ગુનેગારનો હોઈ શકે છે.

If your phone's storage becomes full, free it up with these tips.

સાયબર ગુનેગારો ટ્રાઈના નામે મોબાઈલ યુઝર્સને જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં તેઓ ટાવર ઈન્સ્ટોલ કરવા માટે એનઓસી આપવા અને મોબાઈલ નંબર બ્લોક ન થાય તે માટે કેવાયસીની ડિટેલ માંગી રહ્યા છે. જેમાં મોબાઈલ યુઝર્સને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરો છો, તો તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આ પ્રકારના મેસેજથી બચવું જોઈએ.

ટ્રાઈએ સ્પષ્ટતા કરી છે કે તે મોબાઈલ નંબરની ગતિવિધિઓને વેરિફાય કરવા, ડિસ્કનેક્ટ કરવા અથવા તેની જાણ કરવા માટે યુઝર્સને ક્યારેય કોઈ મેસેજ મોકલતી નથી. તેમજ ટ્રાઈનું નામ આપીને આવા કોલ કરે છે.

ટ્રાઈએ સ્પષ્ટ કર્યું છે કે જો તમને આ પ્રકારનો કોલ અથવા મેસેજ આવે છે, તો તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તેની ફરિયાદ કરી શકો છો.

ભારતમાં રિલાયન્સ જિયો (450 મિલિયન), ભારતી એરટેલ (380 મિલિયન), વોડાફોન આઇડિયા (220 મિલિયન), અને સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (95 મિલિયન) સહિત આશરે 1.15 અબજ મોબાઇલ ગ્રાહકો છે. જેમને ટેલિકોમ કંપનીઓ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે સાવચેતીના સંદેશા મોકલશે.
