Tata Electric Cars : ટાટાની આ બે ઈલેક્ટ્રિક કાર 1.20 લાખ રૂપિયા થઈ સસ્તી, જાણો નવી કિંમત
જો તમે Tataની નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે ટાટાની આ બે ઈલેક્ટ્રિક કાર સસ્તામાં ખરીદવાની મોટી તક છે. બંને વાહનોની કિંમતમાં 1.20 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કિંમતમાં ઘટાડા બાદ હવે આ વાહનો કેટલામાં ખરીદી શકાશે.

MG મોટર્સે તેની નાની ઇલેક્ટ્રિક કાર MG Comet EVની કિંમતમાં ઘટાડો કર્યાના થોડા દિવસો બાદ હવે ટાટા મોટર્સે પણ મોટો દાવ રમ્યો છે.

ટાટા મોટર્સે Tata Nexon EV અને Tata Tiago EVની કિંમતોમાં 1.20 લાખ રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો કર્યો છે. આનો અર્થ એ છે કે હવે તમારા માટે ટાટાની આ બંને ઇલેક્ટ્રિક કાર સસ્તા ભાવે ખરીદવાની એક સારી તક છે.

Tata Nexon EV હવે તમને 1.20 લાખ રૂપિયા સસ્તી મળશે. કિંમતમાં ઘટાડા બાદ હવે આ કારની કિંમત 14.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે, તો બીજી તરફ લોંગ રેન્જ વેરિઅન્ટની કિંમત 16.99 લાખ રૂપિયાથી શરૂ થશે.

Tiagoના ઇલેક્ટ્રિક મોડલને પણ 70 હજાર રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. કિંમતમાં ઘટાડા બાદ હવે Tata Tiago EVની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થશે.

ટાટા મોટર્સ Nexonનું લોંગ-રેન્જ વેરિઅન્ટ ફુલ ચાર્જ કર્યા પછી 465 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તો Tiago ફુલ ચાર્જ પર 315 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
