30 રૂપિયાના ખર્ચે 100 કિમી ચાલે છે આ ઇલેક્ટ્રિક કાર, જુગાડ જોશો તો દંગ રહી જશો

TV9 GUJARATI

|

Updated on: Mar 22, 2023 | 4:50 PM

Tata Nano Solar Car : પશ્ચિમ બંગાળમાં રહેતા એક વેપારીએ એવું અદ્ભુત કામ કર્યું છે કે આખી દુનિયા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. મનોજિત મંડલ નામના આ વ્યક્તિએ જૂની ટાટા નેનો કારને ઇલેક્ટ્રિક કારમાં બદલી નાખી છે. આ કાર સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે. તેને 100 કિલોમીટર સુધી ચલાવવાનો ખર્ચ માત્ર 30 રૂપિયા છે. 80 kmphની ટોપ સ્પીડ પણ છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમત અને વધતા પ્રદુષણને કારણે લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદવા મજબૂર બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રિક કારના વેચાણમાં પણ ઝડપી તેજી આવી છે. જો કે, ઊંચી કિંમત અને ચાર્જિંગની સમસ્યાને કારણે ઘણા લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું ટાળી રહ્યા છે.

1 / 5
આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં રહેતા એક વેપારીએ એવું અદ્ભુત કામ કર્યું છે કે આખી દુનિયા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ઉદ્યોગપતિએ પોતાની જૂની કારને ઇલેક્ટ્રિક કારમાં બદલી દીધી છે. નવાઈની વાત એ છે કે આ કારને ચાર્જ કરવા માટે વીજળીની જરૂર નથી. આ કારને સૂર્યપ્રકાશથી ચાર્જ કરી શકાય છે.

2 / 5
સોલાર કારને 100 કિલોમીટર સુધી પેટ્રોલ વિના ચલાવવા માટે લગભગ ₹30નો ખર્ચ થાય છે. બીજી રસપ્રદ વાત એ છે કે કારમાં એન્જિન નથી. તે ઇલેક્ટ્રિક વાહનોની જેમ શાંત છે. આ કાર 80 kmphની ટોપ સ્પીડથી દોડી શકે છે. કારની બેટરીની કિંમત 30 રૂપિયા પ્રતિ 100 કિમી છે.

3 / 5
પેટ્રોલ કારને સોલર કારમાં કન્વર્ટ કરનાર વ્યક્તિનું નામ મનોજિત મંડલ છે. વ્યવસાયે બિઝનેસમેન મનોજિત પાસે જૂની ટાટા નેનો કાર હતી. મનોજિત કહે છે કે તે નાનપણથી જ કંઈક ઈનોવેટિવ કરવા માંગે છે. તેમણે ઘણા વર્ષોથી મહેનત કરીને સોલાર ટેક્નોલોજી વિકસાવી છે. જો કે, શરૂઆતમાં તેના ઇનોવેશન માટે કોઈ સમર્થન ન હતું, સરકારે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. આ પછી તેણે પોતાની પાસે રહેલી ટાટા નેનોને સોલર કારમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો છે. હવે મનોજિત મંડલ સૌર ઉર્જાથી ચાલતી ટાટા નેનો કારમાં બાંકુરાની શેરીઓમાં ફરે છે.

4 / 5
નેનો એક કોમ્પેક્ટ હેચબેક કાર છે જે 2008માં ટાટા મોટર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જો કે, કડક ઉત્સર્જન ધોરણોને કારણે ટાટાએ 2018માં ભારતની સૌથી નાની કાર બંધ કરવી પડી હતી. નેનો ભારતની સૌથી સસ્તી કાર પણ હતી જેની પ્રારંભિક કિંમત ₹1 લાખથી ઓછી હતી. ટાટા નેનો ભારતીય કારના સૌથી નાના એન્જિનોમાંથી એક સાથે ઓફર કરવામાં આવતી હતી. 2 સિલિન્ડર 624cc એન્જિન સાથે આવનારી આ કાર 38 પીએસનો પાવર જનરેટ કરી શકે છે. ચાર સીટર નેનો માત્ર મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવી હતી.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati