ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે હાલ સુરતના તાપી કિનારે સુંદર દ્રશ્ય ઉભા થયા છે. તાપી કાંઠે અને ઓવારા પર ફોટો ક્લિક કરાય તેવા દ્રશ્યો ઉભા થતા સુરતીઓ મોટી સંખ્યામાં આ દ્રશ્ય જોવા ઉમટી પડતા હોય છે.
1 / 6
નાવડી ઓવારા ખાતે સેલ્ફી પાડવા આવેલા યુવાનનો પગ લપસતાં તે પડી ગયો હતો. તાપીના ધસમસતા પાણીમાં પડી જતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા.
2 / 6
3 / 6
તેજસ નામના આ યુવાને પડી ગયેલા યુવકને હાથ પકડીને બહાર કાઢ્યો હતો. જોકે જરા અમથી ભૂલ આ યુવાનનો જીવ લઇ શકી હોત એ નક્કી છે.
4 / 6
જીવ હેમખેમ બચાવીને આ યુવક ફોન લઈને પરત જતો રહ્યો હતો. સ્થાનિક લોકોએ આ ફોટોગ્રાફ કેમેરામાં કેદ કરી લીધા હતા. જેથી અહીં આવતા લોકો બીજી વાર આવી ભૂલ ન કરે.