Stocks Forecast 2025 : એક્સપર્ટે આ શેરને લઈ કરી ભવિષ્યવાણી, પૈસાની જરુર હોય તો પણ ન વેંચતા આ શેર
Stocks Forecast 2025 : દીવાળી બાદ સ્ટોક માર્કેટના રોકાણકારો માટે ગુડ ન્યુઝ આવ્યા છે. આ ગુડ ન્યુઝમાં કેટલાક એવા શેર પર એનાલિસ્ટોએ ભવિષ્યવાણી કરી છે કે, જો આ શેર હજુ લાંબા ગાળા સુધી રાખવામાં આવે તો તમને માલામાલ બનાવી દેશે. તો જોઈ લો કયા ક્યા શેર છે.

જો તમે પણ શેર ખરીદી રહ્યા છો. અને ક્યાં શેર લાંબા સમય સુધી રાખવા અને ક્યાં શેરને જલ્દી વેંચી દેવા જોઈએ, તેના વિશે અંસમજમાં છો. તો આજે અમે સ્ટોક્સ ફોરકાસ્ટની સીરિઝમાં કેટલાક એવા શેરના ફોરકાસ્ટ પર વાત કરી રહ્યા છીએ. જેના ભાવ આવનાર સમયમાં વધી અને ઘટી પણ શકે છે.

Dabur Indiaના ફોરકાસ્ટ વિશે જો આપણે વાત કરીએ તો. Dabur Indiaની ટાર્ગેટ પ્રાઈઝ 551.85 છે. આ શેર પર કુલ 40 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. છે. તેમણે કહ્યું કે, આ શેર 655.00 સુધી જઈ શકે છે. તેમજ આ શેર 400.00 સુધી નીચે પણ જઈ શકે છે.

40 એક્સપર્ટે કરેલા એનાલિસિસમાંથી 12 એક્સપર્ટોનું કહેવું છે કે, આ શેરને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 17 એક્સપર્ટનું કહેવું છે કે, જો તમારી પાસે આ શેર છે તો હાલમાં હોલ્ડ પર રાખો. વેચવાની ભૂલ કરશો નહી. માત્ર 3 એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે, આ શેર તમારી પાસે છે તો વેંચી નાંખો.

જો આપણે Swiggyના સ્ટોકની વાત કરીએ તો, તેની ટાર્ગેટ પ્રાઈઝ 485.15 છે. 24 એક્સપર્ટેના એનાલિસિસ મુજબ Swiggyના શેર ભવિષ્યમાં 740.00 સુધી જઈ શકે છે. તેમજ શેરની કિંમત જો ઘટાડો આવ્યો તો 285.00 પર નીચે આવી શકે છે. ટુંકમાં એક્સપર્ટે 1 વર્ષ માટે એનાલિસિસ કર્યું છે.

Swiggy ના શેરને લઈને પણ 24 એક્પર્ટે એનાલિસિસ કર્યું છે, આ સાથે પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોઈએ તો, 24 એનાલિસ્ટમાંથી 15 એક્સપર્ટે કહ્યું કે, આ શેરને સ્ટ્રોંગ બાય કરો. ખાસ વાત એ છે કે, 2 એનાલિસ્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાની અને 3 એનાલિસ્ટે આ શેર વેચવાની વાત કરી છે.

Oil India શેરના પ્રાઈઝ ટાર્ગેટની વાત કરીએ તો 167.32 છે. આ શેર પર કુલ 33 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમજ તેમનું કહેવું છે કે, 1 વર્ષમાં આ શેર 194.00 સુધી જઈ શકે છે. તેમજ 110 રુપિયા સુધી તળિયે પણ જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

Oil Indiaના શેર પર 33 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમાંથી 19 એક્સપર્ટનું કહેવું છે કે, આ કંપનીના શેર તમે સ્ટ્રોંગ સેલ કરો. તેમજ 7 એક્સપર્ટે કહ્યું કે, આ શેર હાલમાં હોલ્ડ પર રાખો. તેમજ 33માંથી માત્ર એક એક્સપર્ટનું કહેવું છે કે, આ કંપનીના શેર તમારી પાસે છે તો વેચી નાંખો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
