AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang Weather : સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય, જુઓ Video

Dang Weather : સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય, જુઓ Video

| Updated on: Sep 22, 2026 | 10:02 PM
Share

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ છવાયું છે. ધોધમાર વરસાદને કારણે સમગ્ર વાતાવરણ નયનરમ્ય બન્યું છે અને કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે.

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે કલાકથી વધુ સમયથી સતત વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલથી સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. લીલાછમ પહાડો અને આસપાસના વિસ્તારો ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયા છે, જેના કારણે અહીંનું ચોમાસુ દૃશ્ય જાણે કોઈ સિનેમેટિક દ્રશ્ય જેવું ભાસી રહ્યું છે.

જોકે, ભારે વરસાદને પગલે સાપુતારા તળાવ (સર્પગંગા તળાવ) માં બોટિંગ સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. બોટિંગ બંધ હોવા છતાં, વરસાદ, વાદળો અને ધુમ્મસથી સાપુતારાની પ્રાકૃતિક સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

ચોમાસું પૂર્ણતાને આરે છે ત્યારે આ અણધાર્યા વરસાદથી પ્રવાસીઓ અને સ્થાનિકો બંને ખુશ જોવા મળી રહ્યા છે. આવા વાતાવરણ માટે લોકો તરસતા હોય છે, અને અત્યારે સાપુતારામાં પ્રકૃતિનું આ અદ્ભુત રૂપ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધુમ્મસના કારણે કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ છે, તેથી પ્રવાસીઓ માટે સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.

ગુજરાતી ફિલ્મ ‘મારન’ એ મારી બાજી, કઈ ફિલ્મે કઈ ભાષામાં રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો? જુઓ આખું List

Follow Us
g clip-path="url(#clip0_868_265)">