અમરેકિાના નવા બિલથી ભારત પર આવશે 100% ટેરિફનો બોજો, સૌથી વધુ ક્યાં સેક્ટર થશે પ્રભાવિત- વાંચો
અમેરિકાની પ્રતિનિધિ સભા (House of Representatives) એ રશિયા પર નવા અને કડક આર્થિક પ્રતિબંધો લાદવા માટેના એક બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલનું નામ "લિંડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ" (Lindsey O. Graham Sanctioning Russia and Iran Act) છે. બિલ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવો અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે કે તેઓ રશિયા પાસેથી કાચું તેલ કે ગેસ ખરીદનારા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદી શકે. અમેરિકી સંસદમાં ચર્ચા દરમિયાન રશિયન ઊર્જા ખરીદતા જે 10 મુખ્ય દેશોની યાદી રજૂ કરવામાં આવી હતી, તેમાં ભારતનું નામ પણ સ્પષ્ટપણે સામેલ છે. આ આર્ટિકલમાં આપણે વિગતવાર સમજીશું કે આ બિલથી ભારત પર શું અસર પડી શકે છે અને કયા આર્થિક સેક્ટર્સ સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા છે.

સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ભારત પર હાલના તબક્કે 100% ટેરિફ લાગુ કરવામાં આવ્યો નથી. આ બિલ અત્યારે અમેરિકી રાષ્ટ્રપતિને માત્ર એ નિર્ણય લેવાનો અધિકાર આપે છે, જો કે આ નવા કાયદાકીય પ્રસ્તાવને કારણે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અને આર્થિક મોરચે ચિંતામાં વધારો થયો છે. આ બિલ સંપૂર્ણ કાયદો બનવા માટે સૌપ્રથમ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર જરૂરી છે. ત્યારબાદ જિયોપોલિટિકલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ નક્કી કરશે કે આ અધિકારનો ઉપયોગ કરવો કે નહીં, અને જો કરવો તો કયા દેશ પર અને કઈ રીતે કરવો. ડેમોક્રેટિક સાંસદ સ્ટેની હોયર દ્વારા રજૂ કરાયેલા સંશોધનમાં ભારત, ચીન, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાકિયા, યુએઈ, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા 10 દેશોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે ભારત પર ટેરિફ લાગી શકે છે, પરંતુ તે ઓટોમેટિક લાગુ થઈ જશે નહીં. ...
