AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હોસ્પિટલમાં સ્ટ્રેચર-વ્હીલચેર શોભાના ગાંઠિયા સમાન! વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ

Breaking News : હોસ્પિટલમાં સ્ટ્રેચર-વ્હીલચેર શોભાના ગાંઠિયા સમાન! વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2026 | 6:29 PM
Share

વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં છે. સ્ટ્રેચર અને વ્હીલચેર સાંકળથી બાંધેલી હાલતમાં મળતા દર્દીઓને ચાલીને જવા મજબૂર થવું પડે છે.

વડોદરાની શ્રી સયાજીરાવ જનરલ (SSG) હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં સ્ટ્રેચર અને વ્હીલચેર સાંકળોથી બાંધેલી હાલતમાં મળી આવતા તંત્રની કામગીરી અને દર્દીઓની સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે સ્ટ્રેચર અને વ્હીલચેરની સુવિધા અનિવાર્ય હોય છે. જોકે, SSG હોસ્પિટલમાં આ આવશ્યક સાધનોને સાંકળ વડે બાંધી રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કે તેમના સગા-સંબંધીઓને સ્ટ્રેચર અને વ્હીલચેર ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી. આના કારણે ઘણા દર્દીઓ, ખાસ કરીને વૃદ્ધો અને અશક્તોને ચાલીને જવું પડે છે, જે તેમની મુશ્કેલીઓમાં વધારો કરે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ SSG હોસ્પિટલમાં આવી જ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી, જેના વીડિયો વાયરલ થયા હતા. તે સમયે પણ હોસ્પિટલના વહીવટી તંત્ર સામે સવાલો ઉઠ્યા હતા. ફરી એક વખત આ પ્રકારનો વીડિયો વાયરલ થતા, હોસ્પિટલના સંચાલનની પોલ ખુલી પડી છે. આ ઘટના દર્શાવે છે કે, દર્દીઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં હોસ્પિટલ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આ મુદ્દે ત્વરિત તપાસ અને સુધારાત્મક પગલાં લેવા અત્યંત જરૂરી છે.

આરોપીએ હથિયાર બતાવતા SOG પોલીસે કર્યું ફાયરિંગ, અરવલ્લીમાં સર્જાયો ફિલ્મી સીન, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">