IPL 2027 : CSKએ ઝહીર ખાનને કેટલા કરોડમાં સાઇન કર્યો? દિગ્ગજોને પાછળ છોડી બન્યો હેડ કોચ
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027 પહેલા ઝહીર ખાનને નવો મુખ્ય કોચ બનાવ્યો છે. ઝહીર પહેલીવાર IPLમાં મુખ્ય કોચની ભૂમિકા સંભાળશે. અહેવાલો અનુસાર, આ જવાબદારી માટે અનેક દાવેદારો સાથે ચર્ચા થઈ હતી. જોકે અંતે ઝહીરના નામ પર પસંદગી ઉતારવામાં આવી. હવે સવાલ એ છે કે CSKએ ઝહીરને કેટલા કરોડમાં સાઇન કર્યો અને તેમની નિમણૂક પાછળ આખી કહાની શું છે?

ઝહીર ખાનની ચેન્નાઈ સુપર કિંગ્સના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અગાઉ ઝહીર ખાન IPLમાં ક્રિકેટ ડિરેક્ટર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

2026ની IPL સીઝન બાદ CSKના કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગે પદ છોડ્યું હતું. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ નવા કોચની શોધ શરૂ કરી હતી.

આ રેસમાં દિલ્હી કેપિટલ્સના પૂર્વ કોચ હેમાંગ બદાણીનું નામ પણ સામેલ હતું. CSK અને બદાણી વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ અંતે વાત આગળ વધી નહોતી.

અહેવાલ મુજબ, બદાણી એક વર્ષથી વધુ સમય માટે CSKની ટીમ સાથે જોડાવા માંગતો હતો. તે વિદેશી લીગમાં પણ કોચિંગની જવાબદારી સંભાળવા ઇચ્છતો હતો.

ઝહીર ખાનની પસંદગી પહેલાં ઘણા ભારતીય અને વિદેશી કોચ સાથે પણ ચર્ચા થઈ હતી. જોકે કોઈ નામ પર અંતિમ સંમતિ બની નહોતી.

આ સમગ્ર પ્રક્રિયામાં મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા મહત્વની હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ધોનીએ ઝહીરનું નામ સૂચવ્યું હતું અને ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ તથા મેનેજમેન્ટની સંમતિ મળી હતી.

ઝહીરને હાલમાં માત્ર IPL 2027 સીઝન માટે મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. જોકે તેના કરારમાં કાર્યકાળ લંબાવવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.

ઝહીરના પગારની ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી. જોકે અહેવાલો અનુસાર CSKએ કોચ માટે ₹5થી 7 કરોડનું બજેટ રાખ્યું છે, તેથી ઝહીરને પણ ₹ 5થી 7 કરોડ પગાર મળવાની શક્યતા છે. (PC: PTI/X)
Breaking News: 2 વર્લ્ડ કપ જીત્યા, 157 km પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી, હવે અચાનક લીધી નિવૃત્તિ
