પત્નીની જીદને વશ થઈ શ્રીકૃષ્ણ જેને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા એ પારિજાતને કુંડામાં કેવી રીતે રોપવું- જાણો સરળ Tips
પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન પારિજાત વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી, જેને દેવરાજ ઇન્દ્રએ પોતાના સ્વર્ગના બગીચામાં રોપ્યું હતું. જો કે ભગવાન શ્રીકૃષ્ણ તેમની પત્ની સત્યભામાની જીદ અને ઈચ્છને કારણે આ વૃક્ષને પૃથ્વી પર દ્વારિકા લાવ્યા હતા. આ વૃક્ષને કુંડામાં કેવી રીતે રોપવુ. આવો જાણીએ તેની આસાન ટિપ્સ

પારિજાતનું વૃક્ષ ભગવાન શ્રીકૃષ્ણ પત્ની સત્યભામાની જીદને વશ થઈને પૃથ્વી પર દ્વારિકા લઈ આવ્યા હતા, પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્રમંથન દરમિયાન પારિજાત વૃક્ષની ઉત્પતિ થઈ હતી, જેને દેવરાજ ઈન્દ્રએ તેમના સ્વર્ગના બગીચામાં રોપ્યુ હતુ. જે શ્રીકૃષ્ણ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવ્યુ હતુ.

આ વૃક્ષની સાથે પણ એક રોચક કથા જોડાયેલી છે જે અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ આ વૃક્ષને પૃથ્વી પર તો લઈ આવ્યા પરંતુ તેને રોપવાને લઈને સત્યભામા અને રુક્મિણી વચ્ચે મતભેદ થયો હતો. ત્યારે શ્રીકૃષ્ણે એવું ચતુરાઈપૂર્વક કર્યું કે વૃક્ષ સત્યભામાના આંગણામાં રોપાયું, પરંતુ જ્યારે તેના ફૂલો ખરે ત્યારે તે રુક્મિણીજીના આંગણામાં પડે તેવી ગોઠવણી થઈ.

ઘરમાં પારિજાતનું ઝાડ હોવું ખૂબ જ શુભ અને લક્ષ્મીદાયક માનવામાં આવે છે. તેના ફૂલો દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે

પારિજાતને ઉગાડવા માટેનો આ એકદમ યોગ્ય સમય છે. પારિજાતના વૃક્ષને કુંડામાં પણ ઉગાડી શકાય છે, તેના માટે કેટલાક આસાન સ્ટેપ્સ તમારે અનુસરવા પડશે.

સૌપ્રથમ પારિજાતના વૃક્ષને વાવવા માટે તમે ઓછામાં ઓછુ 12 થી 15 ઈંચ પહોળુ કૂંડું પસંદ કરો. તમે પ્લાસ્ટિક, સિમેન્ટ કે માટીનું કૂંડું લઈ શકો છો. પરંતુ તેમા નીચે હોલ હોવુ જરૂરી છે. માટીનું કૂંડું છોડના મૂળ માટે સારુ ગણાય છે.

પારિજાતના વૃક્ષને રોપવા માટે ઉપજાઉ- ફળદ્રુપ માટી હોવી જરૂરી છે. તેના માટે તમારે 50% સાધારણ માટી (Garden Soil) અને 30% વર્મિકમ્પોસ્ટ કે છાણીયુ ખાતર માટીમાં મિક્સ કરવાનું છે. જેનાથી માટીને પોષક તત્વો મળશે.

20% રેતી કે કોકોપીટ ઉમેરો, જેનાથી માટી માં હવાનો સંચાર સારી રીતે થશે. માટી તૈયાર કર્યા બાદ તેમા એક ચમચી જેટલો લીમડાના ખોળનો પાવડર ઉમેરો. જેનાથી તેમાં જીવાત નહીં બેસે અને તે સુરક્ષિત રહેશે.

તમે નર્સરી માંથી પારિજાત નો છોડ લાવીને તેને કૂંડામાં રોપી શકો છો, કૂંડામાં આ છોડને રોપવો સાવ સરળ છે. સૌપ્રથમ તમારે કુંડામાં રહેલા હોલ પર એક પથ્થરનો ટુકડો મુકી દેવાનો છે, જેનાથી માટી થી છેદ ઢંકાઈ ન જાય.

હવે છોડને કૂંડાની વચ્ચે રાખી ચારે તરફ માટી હળવા હાથેથી દબાવીને ભરતા જાઓ. છોડ રોપ્યા બાદ તેમા પાણી નાખો, આમ કરવાથી માટી નીચે બેસી જશે.

છોડ બરાબર ઉગી ગયા બાદ દર 15 થી 20 દિવસે તેનુ બારીક કટિંગ કરવુ જરૂરી છે. ત્યાબાદ જ્યારે છોડમાં કળીઓ આવવાનો સમય થાય ત્યારે તેને નાઈટ્રોજનવાળુ ખાતર કે પોટાશયુક્ત પ્રાકૃતિક ખાતર આપવુ જોઈએ. જેનાથી ફુલ મોટા અને ચમકીલા ખીલે છે.

છોડને ઘટાદાર અને સ્વસ્થ રાખવા માટે તેની કટાઈ અને છંટાઈ જરૂરી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તેની લાંબી ડાળીઓનુ બારીક કટિંગ કરવુ જોઈએ, આમ કરવાથી નવી ડાળીઓ ઉગે છે.

પારિજાતને જીવાતથી બચાવવા તેને લીમડાના તેલનો સ્પે દર 15 દિવસે કરવો જોઈએ. તેનાથી છોડ સુરક્ષિત અને હરભર્યો રહે છે.

આ છોડ સમગ્ર ઘરને પોઝિટિવિટી અને ઊર્જાથી ભરી દે છે. સવારે તમે તમારી બાલકનીને પારિજાતના ફુલોથી મહેંકતી અને ઢંકાયેલી જુઓ છો તો તમારા મનને એક જ અલગ જ આદ્યાત્મિક શાંતિ મળે છે.
પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો
