AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: પહેલા અમ્પાયર સાથે દલીલ, પછી રોમાંચક જીત… ભારત-જાપાન મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક મેચમાં છેલ્લી ઓવરમાં ભારે ડ્રામા જોવા મળ્યો. જાપાનને જીત માટે ચાર બોલમાં છ રનની જરૂર હતી ત્યારે વાઇડના નિર્ણયને લઈ ભારતીય ખેલાડીઓ અમ્પાયર સામે દલીલ કરી. જે બાદ વાઇડ કેન્સલ કરવામાં અવાયો અને અંતે ભારતે મેચ માત્ર 2 રનથી જીતી લીધી હતી. એશિયન ગેમ્સની ભારતની પહેલી જ મેચમાં રોમાંચક મુકાબલો અને ભારે ડ્રામા જોવા મળ્યો.

| Updated on: Sep 22, 2026 | 5:08 PM
Share
એશિયન ગેમ્સ 2026માં ભારત અને જાપાન વચ્ચેની ભારે રોમાંચક મેચ યોજાઈ હતી. પિચની સ્થિતિ અને બંને ટીમોના પ્રદર્શન વચ્ચે છેલ્લી ઓવરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

1 / 8
છેલ્લી ઓવરમાં ભારત તરફથી અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલને અમ્પાયરે વાઇડ જાહેર કરતાં ભારતીય ખેલાડીઓએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

2 / 8
ભારતીય ટીમની નારાજગી ખાસ કરીને વિકેટ પાછળ ઉભેલા સંજુ સેમસન અને અક્ષર પટેલના હાવભાવમાં જોવા મળી હતી. અક્ષરે પણ અમ્પાયર ક્રિસ થર્ગેટ સાથે આ નિર્ણય અંગે વાત કરી હતી.

3 / 8
ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ સ્ક્વેર લેગ અમ્પાયર ક્રિસ બ્રાઉન સાથે વાત કરી. અય્યરની ચર્ચા બાદ બંને અમ્પાયરોએ પરસ્પર વાતચીત કરી હતી.

4 / 8
આ ચર્ચા બાદ જે બોલને વાઇડ જાહેર કરવામાં આવ્યો હતો, તેને કાયદેસર બોલ (legal delivery) ગણવામાં આવ્યો.

5 / 8
આ નિર્ણયથી જાપાનને મળનારો વધારાનો રન અને વધારાનો બોલ બંને મળ્યા નહીં.

6 / 8
ભારત અને જાપાનની મેચમાં આ ઘટના બની ત્યારે જાપાનને ચાર બોલમાં છ રનની જરૂર હતી. જો વાઇડ ગણાયો હોત તો જાપાનને વધુ એક રન અને વધારાનો બોલ મળ્યો હોત.

7 / 8
આખરે જાપાન 33 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પાંચ ઓવરમાં 30 રન જ બનાવી શક્યું. ભારતે મેચ બે રનથી જીતીને ઐતિહાસિક મુકાબલો પોતાના નામે કર્યો અને અંતિમ ઓવરના ડ્રામાનો અંત ભારતની જીત સાથે આવ્યો. (PC:PTI/X)

8 / 8

Breaking News Asian Games 2026: અભિષેક શર્મા પહેલા બોલ પર આઉટ થયો અને બન્યો ‘ઝીરો નંબર 1’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">