જગતના તાતને પોષણક્ષણ ભાવ નથી મળતા અને સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 700 થી 1100 એ પહોંચ્યો- Video
એકતરફ હાલ રોજિંદી જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. પેટ્રોલ, ડીઝલથી લઈને શાકભાજી, દૂધ, તેલ, દાળ, ખાંડ સહિતની રોજિંદી ચીજો મોંઘી થઈ છે. ત્યારે છેલ્લા 15 દિવસથી ડુંગળીના ભાવમાં પણ સતત વધારો થયો છે જેના કારણે મધ્યમ વર્ગ અને જગતના તાત બંનેની કમર તૂટી રહી છે.
રાજ્યના અનેક શહેરોમાં ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જે ડુંગળી 25 થી 30 રૂપિયે મળી જતી હતી તે હવે 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. ત્યારે મધ્યમ વર્ગ પર વધુ એક બોજો પડ્યો છે. એક તો પહેલેથી તેલ, ખાંડ, દાળ, શાકભાજી, આદૂ, લીંબુ અને દૂધના ભાવ તો વધ્યા જ છે. એવામાં હવે ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે મધ્યમ વર્ગનુ બજેટ ખોરવાયુ છે. આવક વધી નથી રહી અને મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. હાલ ડુંગળીની વાત કરીએ તો અમદાવાદ સુરત સહિતના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 15 દિવસથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુરત APMC માં હોલસેલ ડુંગળીનો ભાવ 700 થી વધીને 1100 રૂપિયા સુધી પહોંચ્યો છે. ડુંગળીની આવક ઘટતા માત્ર 20 જેટલી ગાડીઓની જ આવક થઈ છે. વાતાવરણમાં ફેરફારના કારણે ડુંગળીનું ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. અનિયમિત અને પ્રતિકૂળ વાતાવરણ, વારંવાર વાતાવરણમાં ફેરફારને કારણે ડુંગળીનો પાક બગડ્યો છે અને ઉત્પાદન ઘટ્યો છે. મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક લેતી વખતે વરસાદ થતા ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હજુ એક મહિના સુધી ડુંગળીના ભાવ યથાવત્ રહેવાનું વેપારીઓનું અનુમાન છે.
જો કે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છેકે બજારમાં ગ્રાહકો ડુંગળી માટે ઉંચા ભાવ ચુકવી રહ્યા છે છતા તેનો લાભ ખેડૂતોને મળી રહ્યો નથી. યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પણ આર્થિક સંકટમાં મુકાયા છે. બીજી તરફ વચેટિયા અને સંગ્રહખોરોની જમાખોરી અને નફાખોરીને કારણે ગ્રાહકો અને ખેડૂતોને ફટકો પડી રહ્યો છે.
હાલ પેટ્રોલ, ડીઝલ, CNG સહિતના ઈંધણના ભાવમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે. આ વધારાની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં તોતિંગ રીતે વધ્યા છે. ત્યારે લોકોની માગ છે કે સરકાર આ મામલે જમાખોરી કરનારા લોકો સામે પગલા લે.
મધ્યમ વર્ગના બજેટ પર વધુ એક બોજો, ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીના ભાવમાં ધરખમ વધારો- Video
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
Breaking News: રાજકોટના મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત
