AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SEBI Action : સેબીની આ કંપની પર મોટી કાર્યવાહી, ટ્રેડિંગ કર્યું બંધ, કંપની આપવાની હતી બોનસ શેર

કંપનીએ તેના બોનસ ઈશ્યુ અને શેર વિભાજનની રેકોર્ડ ડેટ અસ્થાયી રૂપે હાલ પુરતી હોલ્ડ પર રાખી છે. સેબીએ સોમવારે અને 23 ડિસેમ્બરના રોજ કંપનીના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું છે, જે બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. સેબીએ કંપનીના પ્રમોટરોની મૂડીબજાર ઍક્સેસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

| Updated on: Dec 24, 2024 | 5:21 PM
Share
મલ્ટિબેગર કંપનીએ તેના સૂચિત બોનસ ઈશ્યુ અને સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ અસ્થાયી ધોરણે મુલતવી રાખી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે અને 23 ડિસેમ્બરના રોજ કંપનીના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું છે.

1 / 9
સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી સ્પષ્ટતામાં, કંપનીએ કહ્યું છે કે આ બાબત સમીક્ષા હેઠળ છે, પરંતુ કંપની નિયમનકારી અનુપાલન, પારદર્શિતા અને કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચતમ ધોરણો માટે પ્રતિબદ્ધ છે.

2 / 9
ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ (Bharat Global Developers) તેના શેરધારકોને 8:10ના રેશિયોમાં બોનસ શેર આપવાની તૈયારી કરી રહી હતી. એટલે કે, કંપની તેના રોકાણકારોને દર 10 શેર માટે 8 બોનસ શેર આપવા જઈ રહી હતી.

3 / 9
આ ઉપરાંત, મલ્ટિબેગર કંપની તેના રૂ. 10ની ફેસ વેલ્યુના શેરને રૂ. 1ની ફેસ વેલ્યુના 10 શેરમાં વિભાજિત કરવા જઈ રહી હતી. કંપનીએ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ તારીખ 26 ડિસેમ્બર 2024 નક્કી કરી હતી. પરંતુ, સેબીની કાર્યવાહી બાદ, ભારત ગ્લોબલ ડેવલપર્સે રેકોર્ડ ડેટને અસ્થાયી રૂપે મુલતવી રાખી છે.

4 / 9
માર્કેટ રેગ્યુલેટરી બોડી સેબીએ સોમવારે ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરનું ટ્રેડિંગ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધું છે. આ ઉપરાંત, સેબીએ કંપનીના પ્રમોટરોની મૂડીબજાર ઍક્સેસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. માર્કેટ રેગ્યુલેટરે તેના આદેશમાં જણાવ્યું હતું કે તેણે 16 ડિસેમ્બર, 2024ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ્સ, શંકાસ્પદ નાણાકીય અને ડિસ્ક્લોઝર્સને લગતી ફરિયાદોને ધ્યાનમાં લીધી હતી.

5 / 9
નવેમ્બર 2023 થી 2024 દરમિયાન કંપનીના શેરમાં 105 ગણો ઉછાળો આવ્યો છે. સેબીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023 સુધી, ભારત ગ્લોબલ ડેવલપર્સની આવક, ખર્ચ, સ્થિર સંપત્તિ અને રોકડ પ્રવાહ નજીવો હતો. જો કે, કંપનીએ માર્ચ 2024 ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરથી તેની આવક અને ખર્ચમાં તીવ્ર ઉછાળો જોયો હતો. ડિસેમ્બર 2023 માં મેનેજમેન્ટ ઓવરઓલ પછી, કંપનીના વ્યવસાયમાં વિસ્તરણ, મોટી પ્રેફરન્શિયલ ફાળવણી અને ઉચ્ચ મૂલ્યના સોદા જોવા મળ્યા. કંપનીએ 30 ઓક્ટોબર 2024ના રોજ 6 નવા યુનિટ બનાવ્યા છે.

6 / 9
ટ્રેડિંગ સ્થગિત થતાં પહેલાં, ભારત ગ્લોબલ ડેવલપર્સના શેર છેલ્લા એક વર્ષમાં 2304% વધ્યા હતા. 26 ડિસેમ્બર, 2023ના રોજ કંપનીના શેર રૂ. 51.43 પર હતા. ભારત ગ્લોબલ ડેવલપર્સનો શેર સોમવારે રૂ. 1236.45 પર 5 ટકા લોઅર સર્કિટ પર પહોંચ્યો હતો.

7 / 9
આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 2122%નો વધારો થયો છે. તે જ સમયે, કંપનીના શેરમાં છેલ્લા 6 મહિનામાં 538% નો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1702.95 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 49.45 રૂપિયા છે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
g clip-path="url(#clip0_868_265)">