ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 1 વર્ષમાં નાણાં થઈ જશે ડબલથી પણ વધારે, રોકાણકારોને મળશે 121 ટકા રિટર્ન
ઝેરોધા બ્રોકિંગ અને સ્મોલકેસ ટેક્નોલોજીસ વચ્ચેના સંયુક્ત સાહસ ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેનું પહેલું ફંડ, ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું હતું. આ બંને ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે.

ઝેરોધા બ્રોકિંગ અને સ્મોલકેસ ટેક્નોલોજીસ વચ્ચેના સંયુક્ત સાહસ ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેનું પહેલું ફંડ, ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું હતું.

આ બંને ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જેમાં મિનિમમ રોકાણની રકમ અનુક્રમે 100 અને 500 રૂપિયા હતી. આ સ્કીમનો NFOs 3 નવેમ્બરના રોજ બંધ થયો હતો. ELSS સ્કીમમાં 3 વર્ષનું ફરજિયાત લોક-ઈન રહેશે. નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સના 250 શેરો એ એવા શેરોનું સંયોજન છે જે નિફ્ટી 100 ઈન્ડેક્સ અને નિફ્ટી મિડકેપ 150 ઈન્ડેક્સનો ભાગ છે.

નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ, જે કુલ માર્કેટ કેપિટલાઇઝેશનના લગભગ 84 ટકાને આવરી લે છે, તેનો હેતુ NSE પર સૂચિબદ્ધ મોટી અને મિડકેપ કંપનીઓના પ્રદર્શનને પ્રતિબિંબિત કરવાનો છે, જેમાં દરેક સેગમેન્ટમાં 50 ટકા વેઈટેજ આપવામાં આવ્યું છે.

સમજી વિચારીને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા જોઇએ. વ્યક્તિએ હંમેશા સારી અને વિશ્વસનીય AMC કંપની પાસેથી મ્યુચ્યુઅલ ફંડ ખરીદવું જોઈએ.

