આ કંપનીના IPOનું શેરબજારમાં લિસ્ટિંગ થતા જ રોકાણકારોના રૂપિયા થઈ જશે ડબલ! ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ચાલે છે 95 ટકાથી વધારે
વેબસાઇટ ઈન્વેસ્ટર ગેઈનના ડેટા અનુસાર કંપનીના IPO નું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ લગભગ 74 રૂપિયા આસપાસ છે, જે તેની ઈશ્યૂ પ્રાઈસ કરતા 96.10 ટકા જેટલું થાય છે. જો GMP મુજબ ગણતરી કરીએ તો શેરનું લિસ્ટિંગ 151 રૂપિયા પર થઈ શકે છે.

હાલ શેરબજારમાં જબરદસ્ત તેજી ચાલી રહી છે. આ સાથે જ દર અઠવાડિયે જુદી-જુદી કંપનીના IPO પણ આવી રહ્યા છે. થાઈ કાસ્ટિંગનો IPO 15 ફેબ્રુઆરીથી રોકાણકારો માટે ખુલ્યો છે. જેમાં 20 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાય છે. શેર દીઠ પ્રાઈસ બેન્ડ 73 થી 77 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

આ પબ્લિક ઈસ્યુનું કદ 47.20 કરોડ રૂપિયા છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. આ એક SME IPO હોવાથી તેની લોટ સાઈઝ 1,600 નક્કી કરવામાં આવી છે. આ IPOમાં રોકાણ કરવા માટે રિટેલ ઈન્વેસ્ટર્સે 1,23,200 રૂપિયાની બિડ લગાવી પડશે અને HNI રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ એટલે કે 2,46,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

થાઈ કાસ્ટિંગના IPO ના શેરનું એલોટમેન્ટ 21 ફેબ્રુઆરી, 2024 ના રોજ થઈ શકે છે. શેર 22 ફેબ્રુઆરીના રોજ ડીમેટ ખાતામાં જમા કરવામાં આવી શકાય છે. આ ઉપરાંત શેરનું લિસ્ટિંગ 23 ફેબ્રુઆરી 2024ના રોજ થઈ શકે છે.

વેબસાઇટ ઈન્વેસ્ટર ગેઈનના ડેટા અનુસાર કંપનીના IPO નું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ લગભગ 74 રૂપિયા આસપાસ છે, જે તેની ઈશ્યૂ પ્રાઈસ કરતા 96.10 ટકા જેટલું થાય છે. જો GMP મુજબ ગણતરી કરીએ તો શેરનું લિસ્ટિંગ 151 રૂપિયા પર થઈ શકે છે. GMP માત્ર એક ઈન્ડેક્સ છે અને તે બજારની સ્થિતિ અનુસાર બદલાઈ શકે છે.

થાઈ કાસ્ટિંગ એક મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે ઓટો સેક્ટરમાં કાર્યરત કરે છે. કંપની ઓટોમોબાઈલ કંપનીઓ માટે એન્જિન માઉન્ટિંગ સ્પોર્ટ બ્રેકેટ, ટ્રાન્સમિશન માઉન્ટ, ફોર્ક શાફ્ટ અને ઈલેક્ટ્રિકલ કનેક્ટર્સ વગેરેનું ઉત્પાદન કરે છે. કંપનીએ 31 ઓક્ટોબર, 2023 સુધીમાં 8.60 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
