રાજકોટની કંપનીના IPO માં રૂપિયા ડૂબ્યા! રોકાણકારોને શેરનું લિસ્ટિંગ થતા જ થયું મોટું નુકશાન
કંપની શરૂઆત વર્ષ 1999 માં થઈ હતી. જો આપણે નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો તે સતત મજબૂત રહી છે. ડેટા મૂજબ નાણાકીય વર્ષ 2021 માં કંપનીએ 21.12 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. નાણાકીય વર્ષ 2022માં નફો લગભગ બમણો થઈને 41.54 કરોડ રૂપિયા થયો હતો.

આજે 14 માર્ચ ગુરુવારના રોજ રાજકોટની કંપની ગોપાલ સ્નેક્સ લિમિટેડના શેર લગભગ 13 ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 401 રૂપિયાની ઓફર પ્રાઈસ સામે શેર 350 પર લિસ્ટ થયો હતો જે 12.7 ટકાના ડિસ્કાઉન્ટમાં હતો. NSE પર શેર 12.47 ટકા ઘટીને 351 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

લિસ્ટિંગ પહેલા કંપનીના શેર ગ્રે માર્કેટમાં 25 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે લિસ્ટિંગ બાદ શેરમાં સુધારો જોવા મળ્યો હતો. સવારે 11:50 વાગ્યાની આસપાસ ગોપાલ સ્નેક્સ લિમિટેડના શેર 4.84 ટકાના વધારા સાથે 366.95 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

ગોપાલ સ્નેક્સ લિમિટેડના IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ 6 થી 11 માર્ચ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 9.50 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. તેમાં લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત ભાગ 18.42 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકારો માટેનો ભાગ 10 ગણો અને છૂટક રોકાણકારો માટેનો ભાગ 4.22 ગણો હતો.

ગોપાલ સ્નેક્સ લિમિટેડની શરૂઆત વર્ષ 1999 માં થઈ હતી. આ કંપની એથનિક અને વેસ્ટર્ન નમકીનનું વેચાણ કરે છે. જો આપણે કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો તે સતત મજબૂત રહી છે. ડેટા મૂજબ નાણાકીય વર્ષ 2021 માં કંપનીએ 21.12 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. નાણાકીય વર્ષ 2022માં નફો લગભગ બમણો થઈને 41.54 કરોડ રૂપિયા થયો હતો.

નાણાકીય વર્ષ 2023માં 112.37 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2023-24ની વાત કરીએ તો, કંપનીએ એપ્રિલ-સપ્ટેમ્બર 2023 દરમિયાન 55.57 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. આ સમયગાળા દરમિયાન 677.97 કરોડ રૂપિયાની આવક થઈ છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
