Nifty50 Prediction For Friday : શુક્રવારે નિફ્ટી 50 માં જોવા મળશે બુલિશ ટ્રેન્ડ ! જાણો કયો સમય CE ખરીદવા માટે સૌથી ફાયદાકારક રહેશે?
30 મે 2025ના રોજ નિફ્ટી 50માં તેજીના સંકેતો જોવા મળ્યા. ટેકનિકલ સૂચકાંકો અને ઓપ્શન ચેન ડેટા બુલિશ મૂવમેન્ટ દર્શાવે છે. સવારે 10:24 થી 11:30 અને બપોરે 2:48 થી 3:54 વચ્ચે કોલ ઓપ્શન ખરીદવાનું ફાયદાકારક રહી શકે છે.

30 મે 2025ના રોજ નિફ્ટી 50 બજારમાં એક મહત્વપૂર્ણ વળાંક પર જોવા મળી રહ્યો છે. બજારમાં તેજી જેવા સંકેતો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. પછી તે ટેક્નિકલ ઇન્ડિકેટર્સ હોય કે ઓપ્શન ચેનના ડેટા. આવો જોઈએ કે કયો સમય CE (Call Option) ખરીદવા માટે સૌથી અનુકૂળ રહેશે, કેટલા પોઇન્ટ્સનો નફો મળી શકે છે અને કયા લેવલ પર સાવચેતી રાખવી જોઈએ.

29 મેના રોજ નિફ્ટીએ 24,880.85 પર ક્લોઝિંગ આપી, જે લગભગ 81 પોઇન્ટ્સની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. ટેક્નિકલ ચાર્ટ્સ પર RSI (14) હાલમાં 81.91 પર છે — એટલે કે ઓવરબોટ ઝોનમાં છે, છતાં પણ બજારમાં બુલિશ મૂવમેન્ટ ચાલુ છે. True Strength Index (TSI) પણ +0.40 પર છે, જે તેજી માટેની પુષ્ટિ આપે છે. સાથે સાથે Stoch RSI અને MACD Histogram પણ સકારાત્મક સંકેતો આપી રહ્યાં છે. PSP GAP Histogram દ્વારા પણ UM (Upside Momentum)ના સિમ્બલ મળ્યા છે. કુલ મળીને બજાર તેજી તરફ આગળ વધતું જણાઈ રહ્યું છે.

આનો સીધો અર્થ એ થાય છે કે બજારની નીચેની સપાટીએ મજબૂતી છે અને ઉપર તરફ ખુલ્લી જગ્યા જોવા મળી રહી છે.

05 જૂન 2025ની એક્સપાયરી માટેના ઓપ્શન ડેટા મુજબ બજાર બુલિશ મોમેન્ટમ તરફ દોરી રહ્યું છે, જેમાં CE પોઝિશનને સપોર્ટ કરી શકે તેવા સ્તરો વિકસે છે.

જો Momentum ચાલુ રહે, તો દરેક ઓપ્શન પાછળ અંદાજિત રીતે 50 થી 80 પોઇન્ટ્સ સુધીનો નફો મેળવી શકાય છે.

ટેક્નિકલ ચાર્ટ્સ, OI ડેટા અને HORA એનાલિસિસ ત્રણેય બુલિશ દિશા તરફ સંકેત આપે છે. તેથી સવારે 10:24 થી 11:30 વચ્ચે અને બપોરે 2:48 થી 3:54 વચ્ચે CE ખરીદવું સૌથી લાભદાયી સાબિત થઈ શકે છે. ટારગેટ પૂરો થાય ત્યારે અથવા સાંજના Volatility ઝોનમાં પ્રવેશ કરતાં પહેલાં નફો બુક કરી લેવો સમજદારીભર્યો નિર્ણય રહેશે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
