Nifty50 Thursday Prediction : ગુરુવારે નિફ્ટી50 માં મજબૂત ઉછાળાની શક્યતા, જાણો ક્યારે ખરીદવું CE કે PE અને કેટલો થશે નફો?
29 મેના રોજ નિફ્ટીમાં મજબૂત ઉછાળાની શક્યતા છે. ટેકનિકલ સંકેતો અને ઓપ્શન ચેન ડેટા સૂચવે છે કે 24,750-24,800 નો સપોર્ટ અને 25,000-25,050 નો રેઝિસ્ટન્સ રહેશે.

29 મેના રોજ નિફ્ટી 50માં એક મહત્વપૂર્ણ ટ્રેડિંગ દિવસની શક્યતા છે. 28 મેના ક્લોઝિંગ પછી આવેલા સંકેતો, ઓપ્શન ચેન ડેટા અને મુખ્ય ટેક્નિકલ ઇન્ડિકેટર્સના આધારે 29 મેદિવસ માટે સંપૂર્ણ ફોરકાસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. બજાર હાલ ઓવરસોલ્ડ ઝોન નજીક છે અને હલકી રિકવરીની સંભાવના દર્શાઈ રહી છે. ટ્રેડર્સ માટે જાણી લેવું મહત્વપૂર્ણ છે કે ક્યારે અને કયા લેવલે CE કે PE ખરીદવું લાભદાયી રહેશે.

નિફ્ટી 28 મેના રોજ 24,757.15 સ્તરે બંધ રહ્યો જે 73.75 પોઇન્ટની ઘટાડો દર્શાવે છે. ટેક્નિકલ ઇન્ડિકેટર RSI (14) હાલમાં 42.31 પર છે, જે બોટમ ઝોનમાં છે અને હલકી રિકવરીની આશા જનાવે છે. બીજી તરફ, True Strength Index (TSI) -0.15ની નીચે છે જે થોડા દબાણની પુષ્ટિ કરે છે. સ્ટોકાસ્ટિક અને સ્ટોકાસ્ટિક RSI બંને બોટમમાંથી ઉપર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જે બાઉન્સબેકના સંકેત છે.

29 મેના એક્સપાયરીવાળા ઓપ્શન ચેન પર નજર કરીએ તો 24,750 CEમાં 56%નો ઘટાડો અને 25,000 CEમાં 70%થી વધુનો ઘટાડો નોંધાયો છે, જે શોર્ટ કવરિંગનો સ્પષ્ટ સંકેત આપે છે. આનો અર્થ એ છે કે બજારમાં ઉપર તરફ તીવ્ર મૂવમેન્ટ શક્ય છે. બીજી તરફ, 24,750 PEમાં 151%ની વૃદ્ધિ જોવા મળી છે, જે નીચેના લેવલે મજબૂત સપોર્ટ સાબિત થઈ શકે છે. આ આધારે નિફ્ટી માટે 24,750–24,800નો ઝોન સપોર્ટ અને 25,000–25,050નો ઝોન રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરશે.

મુંબઈ આધારિત Hora ચાર્ટ અનુસાર 29 મેના રોજ CE ખરીદવા માટે બે સમયખિડકીઓ સૌથી અનુકૂળ રહેશે તેની વાત કરવામાં આવે તો, 10:24 AM – 11:30 AM (Mercury – Quick Time): આ દરમિયાન બજારમાં તેજ મૂવમેન્ટની શક્યતા રહેશે. 01:42 PM – 02:48 PM (Jupiter – Fruitful): જો પહેલો મૂવ ટકશે તો આ સમય CE હોલ્ડ અથવા એડ કરવા માટે શ્રેષ્ઠ રહેશે.

ટ્રેડિંગ પ્લાનની વાત કરવામાં આવે તો Call Option (CE) માટેની સ્ટ્રેટેજી અનુસાર સવારે 10:24 AM થી 10:45 AM વચ્ચે 24,800 કે 24,900 CE ખરીદવાની તક રહેશે. તેનો ખરીદી ભાવ ₹85 થી ₹105 વચ્ચે રાખવો, જ્યારે પ્રથમ ટારગેટ ₹130 રહેશે અને વધુમાં વધુનો ટારગેટ ₹160 સુધી પહોંચી શકે છે. સ્ટોપલોસ ₹65 પર મૂકવો. બીજી તરફ, Put Option (PE) માટેની સ્ટ્રેટેજી ફક્ત ત્યારે લાગુ પડશે જ્યારે નિફ્ટી 24,700ના નીચે વોલ્યુમ સાથે તૂટે. આવી સ્થિતિમાં, બપોરે 02:48 PM થી 03:30 PM વચ્ચે 24,700 PE ખરીદવાનો યોગ્ય સમય રહેશે. તેનો ખરીદી ભાવ ₹80 થી ₹90 વચ્ચે રાખવો અને ટારગેટ ₹125 થી ₹140 સુધીનો રાખવો. સ્ટોપલોસ અહીં પણ ₹65 રહેશે.

ટેક્નિકલ ચાર્ટ, ઓપ્શન ડેટા અને ટ્રેન્ડ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે નિફ્ટી સવારે તેજી તરફનું મૂવ આપી શકે છે. એવા સમયે 24,800 કે 24,900 CEમાં એન્ટ્રી કરવી શ્રેષ્ઠ રહેશે. ₹130 થી ₹160 સુધીનો નફો શક્ય છે. જોકે જો નિફ્ટી 24,700ના નીચે વોલ્યુમ સાથે ફિસળે, તો PEમાં પણ સારો મોકો મળી શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
