આ કંપનીના IPO માં રોકાણકારોને થઈ શકે છે નુકશાન, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થયું ઝીરો
IPO 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્યો હતો. આ ઈશ્યુનું કદ 1800 કરોડ રૂપિયા હતું. આ એક સંપૂર્ણ ફ્રેશ ઈશ્યું છે. તેમા પ્રાઈસ બેન્ડ 342 થી 360 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તેની લોટ સાઈઝ 40 શેર નક્કી કરવામાં આવી હતી.

ગયા શુક્રવારે બંધ થયેલા જુનિપર હોટેલના IPOને ઈન્વેસ્ટર્સ તરફથી સારો પ્રતિસાદ મળવા છતાં પણ તેના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો થયો છે. GMP પર નજર રાખતી વેબસાઈટ InvestorGain.com અનુસાર આજે સોમવારે સવારે તેનો GMP શૂન્ય પર ચાલી રહ્યો છે. GMP માત્ર એક ઈન્ડેક્સ છે, તેમાં કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે.

જ્યુનિપર હોટેલ્સના IPOને રોકાણકારો પાસેથી 2.18 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. તેમાં QIP માટે અનામત હિસ્સો 3.11 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. બિન-સંસ્થાકીય રોકાણકારો તરફથી 0.89 ગણો અને રિટેલ રોકાણકારો માટે આરક્ષિત ભાગને 1.31 ગણો સબસ્ક્રાઈબ થયો છે.

IPOમાં કુલ 2.75 કરોડ શેરની ઓફર કરવામાં આવી હતી. તેમાંથી 1.5 કરોડ શેર QIP માટે, 75 લાખ શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 50 લાખ શેર રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા હતા.

જ્યુનિપર હોટેલનો IPO 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્યો હતો. આ ઈશ્યુનું કદ 1800 કરોડ રૂપિયા હતું. આ એક સંપૂર્ણ ફ્રેશ ઈશ્યું છે. તેમા પ્રાઈસ બેન્ડ 342 થી 360 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તેની લોટ સાઈઝ 40 શેર નક્કી કરવામાં આવી હતી. IPO બંધ થયા બાદ શેરની ફાળવણી આજે 26 ફેબ્રુઆરીના રોજ થશે. શેરનું લિસ્ટિંગ NSE અને BSE પર 28 ફેબ્રુઆરીએ થશે.

જ્યુનિપર હોટેલ્સ હયાત અને સરાફ હોટેલ્સ સાથે મળીને ભારતમાં લક્ઝરી હોટેલ ચેન ચલાવે છે. કંપની મુંબઈ, દિલ્હી, અમદાવાદ, લખનૌ, રાયપુર અને હમ્પી વગેરેમાં હોટલ છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
