Stock Market: રોકાણકારોમાં ખુશીની લહેર! 23 રૂપિયાના શેર પર મળશે 50 રૂપિયાનું ડિવિડન્ડ, તમારી પાસે આ સ્ટોક છે કે નહીં?
ભારતીય શેરબજારમાં એક નાની અને ઓછી ચર્ચિત કંપનીએ રોકાણકારોને એક ગજબની ખુશખબરી આપી છે. કંપનીએ પ્રતિ શેર 50 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરી છે અને નવાઈની વાત એ છે કે, કંપનીના શેરની કિંમત માત્ર 23.81 રૂપિયા છે.

કંપનીએ 23.81 રૂપિયાના શેર પર પ્રતિ શેર 50 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ટૂંકમાં ડિવિડન્ડની રકમ શેરના ભાવ કરતાં બમણાથી વધુ છે. 61મી AGM (26 સપ્ટેમ્બર 2025) માં શેરધારકોની મંજૂરી પછી આ જાહેરાત અમલમાં આવશે.

રોકાણકારો ઘણીવાર એવી કંપનીઓ પર નજર રાખે છે કે, જે સમયાંતરે ડિવિડન્ડ આપતી રહે. ડિવિડન્ડ એ કંપની દ્વારા તેના શેરધારકોને આપવામાં આવતા નફાનો એક ભાગ હોય છે.

ભારતીય શેરબજારમાં એક નાની અને ઓછી ચર્ચિત કંપનીએ રોકાણકારોને એક ગજબની ખુશખબરી આપી છે. કંપનીએ પ્રતિ શેર 50 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરી છે, જ્યારે તેના શેરની કિંમત માત્ર 23.81 રૂપિયા છે. જોવા જઈએ તો, ડિવિડન્ડની રકમ શેરની કિંમત કરતાં બમણાથી વધુ છે.

કંપનીએ 100 રૂપિયાના ફેસ વેલ્યુવાળા દરેક શેર પર 50 રૂપિયા (50 ટકા) ડિવિડન્ડની ભલામણ કરી છે. જો કે, રેકોર્ડ ડેટ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. આ ડિવિડન્ડ શેરધારકોની મંજૂરી પર આધાર રાખશે, જે 61મી એન્યુઅલ જનરલ મીટિંગ (26 સપ્ટેમ્બર, 2025) માં લેવામાં આવશે. જો મંજૂરી મળશે તો, એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) ના અંતના 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

સધર્ન ગેસ લિમિટેડની સ્થાપના વર્ષ 1963 માં થઈ હતી. તે દક્ષિણ ભારતમાં એક અગ્રણી ગેસ કંપની છે. કંપની મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ગેસના ઉત્પાદન અને પુરવઠામાં નિષ્ણાત છે. TSGL મેડિકલ ઓક્સિજન, ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, હિલીયમ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વિવિધ પ્રકારના વાયુઓનું ઉત્પાદન કરે છે.

TSGL ના ગ્રાહકોમાં વેદાંત, આદિત્ય બિરલા ગ્રુપ, જિંદાલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, ઇસરો અને કોચીન શિપયાર્ડ જેવી મોટી કંપનીઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. કંપની સ્ટીલ, હોસ્પિટલો, અવકાશ સંશોધન અને શિપિંગ જેવા ઉદ્યોગોને ગેસ સપ્લાય કરીને દક્ષિણ ભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
