AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ: વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફેલાયો ભારે ધુમાડો, સ્થાનિકોને પારાવાર હાલાકી- Video

ગીર સોમનાથ: વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફેલાયો ભારે ધુમાડો, સ્થાનિકોને પારાવાર હાલાકી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2026 | 2:40 PM
Share

ગીર સોમનાથમાં વેરાવળ ડમ્પિંગ સાઈટ પર છેલ્લા ત્રણ દિવસથી આગ લાગી છે. જે હજુ સુધી બુજાઈ નથી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચારેતરફ ધુમાડો ફેલાઈ ગયો છે. આ ધુમાડાથી સ્થાનિકો અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ગીર સોમનાથમાં વેરાવળમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર આગ લાગી છે. આગના કારણે આજુબાજુ ચારેતરફ ખૂબ ધુમાડો ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસથી આ આગ લાગી છે અને તેને બુઝાવવા માટેની પાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. પાલિકાને અનેક રજૂઆત કરવા છતા નક્કર પગલા ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો છે.

ભારે ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે. પાલિકાને અનેક રજૂઆત કરવા છતા નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે માથાકૂટ થયાનો વીડિયો પણ સામે આવ્યો છે. છેવટે અધિકારી દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવ્યા વગર જ સ્થળ પરથી રવાના થઈ જતા જોવા મળ્યા હતા. અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર કામ ન કરતુ હોવાથી સ્થાનિકોમાં પારાવાર રોષની સ્થિતિ છે.

સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">